નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ જાહેર ખબર ક્રમાંક : ૧ થી ૫/૨૦૨૪-૨૦૨૫ અન્વયેની અગત્યની સુચનાઓ....
અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશન મહાનગર સેવા સદન.
જાહેર ખબર ક્રમાંકઃ ૨૭/૨૦૨૩-૨૪
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ ખાતાઓ માટે સહાયક જુનીયર ક્લાર્કની ખાલી પડેલ કુલ ૬૧૨ જગ્યાઓ ભરવા માટે જાહેરખબર ક્રમાંક:- ૨૭/૨૦૨૩-૨૪ તા.૧૫/૦૩/૨૦૨૪ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ. જેમાં રોસ્ટર અભિપ્રાય મુજબ ખાલી પડેલ જગ્યાની સંખ્યામાં નીચે પત્રકમાં દર્શાવ્યા મુજબ સુધારો કરવામાં આવે છે.
જાહેર ખબરમાં દર્શાવ્યા મુજબ
કુલ-૬૧૨
૨૬૮- બિન અનામત,
૬૧-આ.ન.વ
૧૩૭-સા.શૈ.૫.વ.,
૧૭-અનુ.જાતિ,
૧૨૯-અનુ.જનજાતિ
હવેથી ધ્યાનમાં લેવાનો સુધારો
કુલ - ૭૧૮
૩૧૦- બિન અનામત,
૭૧-આ.ન.વ
૧૯૭-સા.શૈ.૫.વ.,
૨૫-અનુ.જાતિ,
૧૪૫ - અનુ.જનજાતિ
ઉક્ત ભરવાની થતી કુલ જગ્યાઓ પૈકી - ૪૦ દિવ્યાંગ અનામતના ઉમેદવારોને અ.મ્યુ.કો. ની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરેલ નોટીફીકેશનમાં દર્શાવ્યા મુજબની જે તે કેટેગરી (ex. GENERAL, EWS, SEBC, SC, ST) વર્ગના ઉમેદવારોમાં સમાવવાના રહેશે.
તા. ૨૨/૧૧/૨૦૨૪
સહીઃ એમ. થેન્નારસનમ્યુનિસિપલ કમિશનર
સહીઃ એમ. થેન્નારસન
મ્યુનિસિપલ કમિશનર
-----------------------------------------------------------------
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ
જાહેર ખબર ક્રમાંક : ૧ થી ૫/૨૦૨૪-૨૦૨૫ અન્વયેની અગત્યની સુચનાઓ
તા. ૨૧-૧૧-૨૦૨૪ ના રોજ સુપ્રસિધ્ધ સમાચારપત્ર ગુજરાત સમાચાર અને સંદેશમાં આપેલ જાહેરખબરમાં નીચે જણાવ્યા મુજબની ખાલી જગ્યાઓ માટે ઉમેદવારે જે-તે જગ્યા માટે અલગ-અલગ અરજી કરવાની રહેશે.
ખાલી જગ્યાની વિગત દર્શાવતું પત્રક - 1
નાયબ શાસનાધિકારી - 1
અધ્યાપક - નૂતન તાલીમ વિભાગ - 1
સુપરવાઈઝર - સિગ્નલ સ્કૂલ - 2
ખાલી જગ્યાની વિગત દર્શાવતું પત્રક - 1
ટ્રેઇન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઈઝર - 10
જુનિયર ક્લાર્ક - 34
ઉપરોક્ત જગ્યાઓ માટે જરૂરી લાયકાત, અનુભવ, અભ્યાસક્રમ, સૂચિત ગુણભાર નીચે જણાવ્યા મુજબ રહેશે. જેમાં અત્રેની કચેરી હસ્તકની સ્ટાફ સિલેક્શન કમિટી / નોનટીચીંગ સ્ટાફ સિલેક્શન કમિટીનો નિર્ણય આખરી રહેશે.
લાયકાત
1. નાયબ શાસનાધિકારી
વિદ્યાશાખાના પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયેલ અનુસ્નાતક તથા તાલીમી સ્નાતક
2. અધ્યાપક - નૂતન તાલીમ વિભાગ
કોઇપણ વિદ્યાશાખાના પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયેલ અનુસ્નાતક તથા તાલીમી સ્નાતક
3. સુપરવાઈઝર - સિગ્નલ સ્કૂલ
કોઇપણ વિદ્યાશાખાના ઉત્તીર્ણ થયેલ સ્નાતક તથા પી.ટી.સી. / કોઈપણ વિદ્યાશાખાના ઉત્તીર્ણ થયેલ સ્નાતક તથા તાલીમી સ્નાતક
4. ટ્રેઇન્ડ ગ્રેજયુએટ સુપરવાઈઝર
કોઈપણ વિદ્યાશાખાના ઉત્તીર્ણ થયેલ સ્નાતક તથા તાલીમી સ્નાતક
5. જુનિ. ક્લાર્ક
કોઈપણ વિદ્યાશાખાના ઉત્તીર્ણ થયેલ સ્નાતક
અનુભવ :-
1. નાયબ શાસનાધિકારી
તાલીમી સ્નાતકની માર્કશીટ ઈસ્યુ કર્યો તારીખથી પ્રાચમિક શાળાના મુખ્ય શિક્ષક / મદદનીશ શાસનાધિકારી/ ટ્રેઈન્ડ ગ્રેજયુએટ સુપરવાઈઝર/પ્રાથમિક ટ્રેઇન્ડ સુપરવાઈઝર અથવા પ્રાથમિક/ માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષણ નિરીક્ષક તરીકે ઓછામાં ઓછો ૫ વર્ષનો શૈક્ષણિક અથવા વહીવટી અનુભવ ધરાવતા હોવા જોઇએ.
2. અધ્યાપક - નૂતન તાલીમ વિભાગ
તાલીમી સ્નાતકની માર્કશીટ ઈસ્યુ કર્યો તારીખથી ઓછામાં ઓછો ૫ વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવતા હોવા જોઇએ.
3. સુપરવાઈઝર - સિગ્નલ સ્કૂલ
પી.ટી.સી. ની /તાલીમી સ્નાતકની માર્કશીટ ઈસ્યુ કર્યા તારીખથી ઓછામાં ઓછો ૨ વર્ષનો સરકારી /અર્ધ-સરકારી/શિક્ષણ ક્ષેત્રે કામ કરતી સેવાભાવી સંસ્થાનો શૈક્ષણિક અથવા વહીવટી અનુભવ ધરાવતા હોવા જોઇએ.
4. ટ્રેઇન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઈઝર
તાલીમી સ્નાતકની માર્કશીટ ઇસ્યુ કર્યા તારીખથી ઓછામાં ઓછો ૨ વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવતા હોવા જોઈએ.
5. જુનિ. ક્લાર્ક
કોઈ અનુભવ જરૂરી નથી.
• વયમર્યાદા :-
(૧) નાયબ શાસનાધિકારી, ટ્રેઈન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઈઝર, અધ્યાપક - નૂતન તાલીમ વિભાગ તેમજ સિગ્નલ સ્કૂલ સુપરવાઈઝરની જગ્યા માટે
તા. ૨૦-૧૨-૨૦૨૪ના રોજ ઉંમર ૨૫ વર્ષથી ઓછી નહિ અને ૪૦ વર્ષ કરતાં વધુ હોવી જોઈએ નહિ. (૨) જુનિયર કલાર્કની જગ્યા માટે તા. ૨૦-૧૨-૨૦૨૪ ના રોજ ઉંમર ૨૧ વર્ષથી ઓછી નહિ અને ૩૩ વર્ષ કરતા વધુ હોવી જોઈએ નિ
(૩) શા.ખો.ખા. ઉમેદવારો અને મહિલા તેમજ વિધવાને સરકારશ્રીનાં પ્રવર્તમાન નિયમો મુજબ ઉપલી વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે, તમામ છૂટછાટ મળીને ઉમેદવારની ઉંમર ૪૫ વર્ષ કરતા વધુ ન હોવી જોઈએ.
(૪) અનુ. જન જાતિ, સા.શૈ.પ.વ. તેમજ આ.ન.વ. ની જગ્યા માટે અરજી કરેલ ઉમેદવારોને ગુજરાત રાજય સરકારના પ્રવર્તમાન નિયમોનુસાર ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. તમામ છૂટછાટ મળીને ઉમેદવારની ઉંમર ૪૫ વર્ષ કરતા વધુ ન હોવી જોઇએ. વધુમાં બિનઅનામતની જગ્યાઓ માટે અનુ. જાતિ, અનુસૂચિત જનજાતિ, સા.શૈ.પ.વ. તેમજ આ.ન.વ. વર્ગના ઉમેદવારો પણ અરજી કરી શકશે, તેઓને બિનઅનામત વર્ગનાં ધોરણો લાગુ પડશે.
(૫) અશક્તતા ધરાવતા ઉમેદવારો કે જે પોતાની રીતે હરીફરી શકે અને કામગીરી કરી શકે તેવા શારીરિક અશક્ત ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકશે.
(e) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદના કર્મચારીઓને વય મર્યાદાનો બાધ રહેશે નહીં.
* અભ્યાસક્રમ :-
પ્રશ્નપત્રનો સંભવતઃ અભ્યાસક્રમ
નાયબ શાસનાધિકારીની જગ્યા માટે પરીક્ષાનું માળખું નીચે મુજબનું રહેશે. આમ, છતાં નીચે મુજબના અભ્યાસક્રમના ગુણભારમાં ફેરફાર થઈ શકે છે.
- શિક્ષણના સાંપ્રત પ્રવાહો અને સામાન્ય જ્ઞાન, શિક્ષણની વિવિધ યોજનાઓ - 10 ગુણ
- શ્રી બોમ્બે પ્રાયમરી એજયુકેશન એકટ-૧૯૪૭ સુધારા સાથે અને મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ૧૯૪૯, રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફી કલસરી એજયુકેશન એકટ, ૨૦૦૯ (રાઈટ ટુ એજયુકેશન એકટ-૨૦૦૯),રાઈટ ઓહ ચિલ્ડ્રન ટુ ફી કમ્પલસરી એજયુકેશન ફેલ્સ, ૨૦૧૨ ગુજરાત મુલ્કી સેવાના નિયમો (૧ થી ૮) ૨૦૦૨, આર.ટી.આઈ., શિસ્ત અને અપીલ - 15 ગુણ
- બાલવાટિકાથી ધો. ૮ નું વિષય વસ્તુ - 15 ગુણ
- શિક્ષણ શાસ્ત્ર ( Pedagogy), બાળ મનોવિશાન, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ - ૨૦૨૦ તેમજ શિક્ષણ પંચો - 10 ગુણ
ટ્રેઇન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઇઝરની જગ્યા માટે પરીક્ષાનું માળખું નીચે મુજબનું રહેશે. આમ, છતાં નીચે મુજબના અભ્યાસક્રમના ગુણભારમાં ફેરફાર થઇ શકે છે.
- શિક્ષણના સાંપ્રત પ્રવાહો અને સામાન્ય જ્ઞાન, શિક્ષણની વિવિધ યોજનાઓ - 10 ગુણ
- શ્રી બોમ્બે પ્રાયમરી એજયુકેશન એક્ટ- ૧૯૪૭ સુધારા સાથે અને મુંબઇ પ્રાથમિક શિક્ષણ નિષમો-૧૯૪૯, રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફી કમ્પલસરી એજયુકેશન એક્ટ-૨૦૦૯ (રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ- ૨૦૦૯),રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફી ફી કમ્પલસરી એજ્યુકેશન રૂલ્સ-૨૦૧૨ આર.ટી.આઈ., શિસ્ત અને અપીલ - 15 ગુણ
- બાલવાટિકાથી ધો. ૮ નું વિષય વસ્તુ - 15 ગુણ
- શિક્ષણ શાસ્ત્ર, બાળ મનોવિજ્ઞાન, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ - ૨૦૨૦ તેમજ શિક્ષણ પંચો - 10 ગુણ
અધ્યાપક - નૂતન તાલીક વિભાગની જગ્યા માટે પરીક્ષાનું માળખું નીચે મુજબનું રહેશે. આમ, છતાં નીચે મુજબના અભ્યાસક્રમના ગુણભારમાં ફેરફાર થઇ શકે છે.
- શિક્ષણના સાંપ્રત પ્રવાહો અને સામાન્ય જ્ઞાનશિક્ષણના સાંપ્રત પ્રવાહો અને સામાન્ય જ્ઞાન - 10 ગુણ
- શ્રી બોમ્બે પ્રાયમરી એજયુકેશન એકટ-૧૯૪૭ સુધારા સાથે અને મુંબઈ પ્રાથમિક શિક્ષણ, નિયમો ૧૯૪૯ સુધારા સાથે (પ્રકરણ -૨, નિયમ ૧૫ થી ૨૯, પ્રકરણ -૩, નિયમ ૩૨ થી ૫૦, પ્રકરણ-૫, પ્રકરણ - ૭, પ્રકરણ - ૮, અનુસૂચિ - ક,ગ,ઘ,છ) રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફી કમ્પલસરી એજયુકેશન એક્ટ, ૨૦૦૯ (રાઈટ ટુ એજયુકેશન એકટ- ૨૦૦૯) અને રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ કી કમ્પલસરી એજયુકેશન રૂલ્સ, ૨૦૧૨ - 20 ગુણ
- 1. ગુજરાત સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ શિક્ષક, મુખ્ય શિક્ષકોએ બજાવવાની ફરજો અને આચારસંહિતા. 2. ગુજરાત શિક્ષણ માળખાનો પરિચય. 3. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી વિવિધ વિદ્યાર્થીલક્ષી પરીક્ષાઓના માળખા, અભ્યાસક્રમ, પ્રક્રિયા અને થતા લાભનો परियय-भास करीने National Talent Search Exam (NTSE), National Merit cum Means Exam (NMMS) 4. શિક્ષણના નૂતન પ્રવાહો, શિક્ષણની વિવિધ યોજનાઓ, બાળ મનોવિજ્ઞાન. 5. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ - ૨૦૨૦ તેમજ શિક્ષણ પંચો - 20 ગુણ
સિગ્નલ સ્કૂલ સુપરવાઈઝરની જગ્યા માટે પરીક્ષાનું માળખું નીચે મુજબનું રહેશે. આમ, છતાં નીચે મુજબના અભ્યાસક્રમના ગુણભારમાં ફેરફાર થઈ શકે છે.
- શિક્ષણના સાંપ્રત પ્રવાહો અને સામાન્ય જ્ઞાન, શિક્ષણની વિવિધ યોજનાઓ - 10 ગુણ
- રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ કી કમ્પલસરી એજ્યુકેશન એક્ટ-૨૦૦૯ (રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ- ૨૦૦૯),રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફી ફ્રી કલસરી એજ્યુકેશન રૂલ્સ-૨૦૧૨,વિદ્યાર્થીઓ માટેની વિવિધ યોજનાઓ - 15 ગુણ
- શાળા બહારના વિદ્યાર્થીઓ માટેની રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની વિશિષ્ટ યોજનાઓ - 15 ગુણ
- બાળ મનોવિજ્ઞાન - 10 ગુણ
જુનિયર કલાર્કની જગ્યા માટે પરીક્ષાનું માળખું નીચે મુજબનું રહેશે. આમ, છતાં નીચે મુજબના અભ્યાસક્રમના ગુણભારમાં ફેરફાર થઇ શકે છે.
- શ્રી બોમ્બે પ્રાયમરી એજયુકેશન એકટ-૧૯૪૭ સુધારા સાથે અને મુંબઈ પ્રાથમિક શિક્ષણ, નિયમો ૧૯૪૯ તથા ગુજરાત મુલ્કી સેવાના નિયમો (૧ થી ૮) ૨૦૦૨ - 30 ગુણ
- સામાન્ય જ્ઞાન - 10 ગુણ
- ભારત અને ગુજરાતના વર્તમાન પ્રવાહો - 10 ગુણ
• ગુણભાર :-
નાયબ શાસનાધિકારી, અધ્યાપક-નૂતન તાલીમ વિભાગની જગ્યા માટેનો સૂચિત ગુણભાર :
તાલીમી સ્નાતકના ગુણ - 10
અનુસ્નાતકના ગુણ - 15
તાલીમી અનુસ્નાતક /એમ.ફીલના ગુણ - - 2
પી.એચ.ડીના ગુણ. - 3
અનુભવના ગુણ - 5
લેખિત પરીક્ષાના ગુણ - 50
મૌખિક ઇન્ટરવ્યુના ગુણ - 15
કુલ મેરીટ ગુણભાર - 100
સમજૂતી :-
ઉપરોક્ત દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અંગેના ગુણની ગણતરી અન્વયે જણાવવાનું કે, તાલીમી સ્નાતકના કુલ ૧૦ ગુણ પૈકી ઉમેદવારે તાલીમી સ્નાતકમાં મેળવેલ ગુણને ૧૦ ગુણ જોડે ગુણી પરીક્ષાના કુલ ગુણમાંથી ભાગ કરતા જે ગુણ મળે તે તાલીમી સ્નાતકના ગુણ ગણાશે. આજ રીતની ગણતરી અનુસ્નાતકના ગુણભાર માટે કરવાની રહેશે. માત્ર અને માત્ર ઉમેદવારે જો તાલીમી અનુસ્નાતક / એમ.ફીલ. ની ડીગ્રી મેળવેલ હોય તો પૂરેપૂરા ૨ માર્ક્સ, તથા ઉમેદવારે પી.એચ.ડી. ની ડીગ્રી મેળવેલ હોય તો પૂરેપૂરા ૩ ગુલ મળવાપાત્ર રહેશે. અનુભવના ગુણની ગણતરી માટે ઉમેદવારનો જાહેરાતની તારીખ સુધીમાં ઓછામાં ઓછો ૫ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. ૫ વર્ષના અનુભવ સુધી અનુભવના ૦૫ ગુણ મળવાપાત્ર થાય, ૫ વર્ષ ઉપરાંત પ્રતિ છ માસના અનુભવ લેખે ૦.૫ ગુણ ગણતા મહત્તમ ૫ ગુણ સુધી મળવાપાત્ર રહેશે.
ટ્રેઇન્ડ ગ્રેજયુએટ સુપરવાઈઝરની જગ્યા માટેનો સૂચિત ગુણભાર :
એચ.એસ.સી.ના ગુણ - 5
સ્નાતકના ગુણ - 10
તાલીમી સ્નાતકના ગુણ - 15
અનુ સ્નાતક /તાલીમી અનુસ્નાતકના ગુણ - 3
+ એમ.ફીલના ગુણ - 3+1
+ પી.એચ.ડી. - (કુલ પૂરેપૂરા 5 ગુણ )
અનુભવના ગુણ - 5
લેખિત પરીક્ષાના ગુણ - 50
મૌખિક ઇન્ટરવ્યુના ગુણ - 10
કુલ મેરીટ ગુણભાર - 100
સમજૂતી :-
ઉપરોક્ત દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અંગેના ગુણની ગણતરી અન્વયે જણાવવાનું કે, એચ.એસ.સી. ના કુલ ૫ ગુણ પૈકી ઉમેદવારે એચ.એસ.સી. માં મેળવેલ ગુણને ૫ ગુણ જોડે ગુલી પરીક્ષાના કુલ ગુણમાંથી ભાગ કરતા જે ગુણ મળે તે એચ.એસ.સી. ના ગુણ ગણારો. આજ રીતની ગણતરી સ્નાતક અને તાલીમી સ્નાતકના ગુણભાર માટે કરવાની રહેશે. માત્ર અને માત્ર ઉમેદવારે જો અનુસ્નાતક / તાલીમી અનુસ્નાતકની ડીગ્રી મેળવેલ હોય તો પૂરેપૂરા ૩ માર્ક્સ, જો એમ.ફીલ. ની ડીગ્રી મેળવેલ હોય તો ૩+૧-૪ ગુણ તથા ઉમેદવારે પી.એચ.ડી.ની ડીગ્રી મેળવેલ હોય તો પૂરેપૂરા ૫ ગુણ મળવાપાત્ર રહેશે. અનુભવના ગુણની ગણતરી માટે ઉમેદવારનો જાહેરાતની તારીખ સુધીમાં ઓછામાં ઓછો ૨ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. ૨ વર્ષના અનુભવ સુધી અનુભવના ગુણ મળવાપાત્ર થાય, ૨ વર્ષ ઉપરાંત પ્રતિ છ માસના અનુભવ લેખે ૦.૫ ગુણ ગણતા મહત્તમ ૫ ગુણ સુધી મળવાપાત્ર રહેશે.
સિગ્નલ સ્કૂલ સુપરવાઈઝરની જગ્યા માટેનો સૂચિત ગુણભાર :
એચ.એસ.સી.ના ગુણ - 5
સ્નાતકના ગુણ - 10
તાલીમી સ્નાતકના ગુણ - 15
અનુ સ્નાતક /તાલીમી અનુસ્નાતકના ગુણ - 3
+ એમ.ફીલના ગુણ - 3+1
+ પી.એચ.ડી. - (કુલ પૂરેપૂરા 5 ગુણ )
અનુભવના ગુણ - 5
લેખિત પરીક્ષાના ગુણ - 50
મૌખિક ઇન્ટરવ્યુના ગુણ - 10
કુલ મેરીટ ગુણભાર - 100
સમજૂતી :-
ઉપરોક્ત દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અંગેના ગુણની ગણતરી અન્વષે જણાવવાનું કે, એચ.એસ.સી. ના કુલ ૫ ગુણ પૈકી ઉમેદવારે એચ.એસ.સી. માં મેળવેલ ગુણને ૫ ગુણ જોડે ગુણી પરીક્ષાના કુલ ગુણમાંથી ભાગ કરતા જે ગુણ મળે તે એચ.એસ.સી. ના ગુણ ગણાશે. આજ રીતની ગણતરી સ્નાતક અને પી.ટી.સી. / તાલીમી સ્નાતકના ગુણભાર માટે કરવાની રહેશે. માત્ર અને માત્ર ઉમેદવારે જો અનુસ્નાતક/તાલીમી અનુસ્નાતકની ડીગ્રી મેળવેલ હોય તો પૂરેપૂરા ૩ માર્ક્સ, જો એમ.ફીલ. ની ડીગ્રી મેળવેલ હોય તો ૩+૧=૪ ગુણ તથા ઉમેદવારે પી.એચ.ડી. ની ડીગ્રી મેળવેલ હોય તો પૂરેપૂરા ૫ ગુણ મળવાપાત્ર રહેશે. અનુભવના ગુણની ગણતરી માટે ઉમેદવારનો જાહેરાતની તારીખ સુધીમાં ઓછામાં ઓછો ૨ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. ૨ વર્ષના અનુભવ સુધી અનુભવના ગુણ મળવાપાત્ર થાય, ૨ વર્ષ ઉપરાંત પ્રતિ છ માસના અનુભવ લેખે ૦.૫ ગુણ ગણતા મહત્તમ ૫ ગુણ સુધી મળવાપાત્ર રહેશે.
જુનિયર કલાર્કની જગ્યા માટેનો સૂચિત ગુણભાર :
લેખિત પરીક્ષાના ગુણ - 50
ફુલ મેરીટ ગુણભાર - 50
~ નોંધ :-
જો નાયબ શાસનાધિકારી, ટ્રેઈન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઈઝર, અધ્યાપક - નુતન તાલિમ વિભાગ, સિગ્નલ સ્કૂલ સુપરવાઈઝર પૈકી કોઈપણ કેટેગરીમાં ઓછી અરજીઓ આવે ત્યારે વહીવટી તેમજ આર્થિક ભારણ ઓછું કરવાના ભાગરૂપે ન.પ્રા.શિ.સમિતિ, અમદાવાદની સ્ટાફ સિલેક્શન કમિટી દ્વારા લેખિત પરીક્ષા ન લેતા ઉમેદવારોની લાયકાતના પ્રમાણપત્રોને આધારે જે ગુણભાર નક્કી કરેલ છે તે મુજબ ઉમેદવારોને સીધા રૂબરૂ મુલાકાત માટે બોલાવી શકશે જેના માટે સ્ટાફ સિલેક્શન કમિટીનો નિર્ણય આખરી રહેશે.
ઉપરોકત નાયબ શાસનાધિકારી, ટ્રેઈન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઈઝર, અધ્યાપક-નુતન તાલિમ વિભાગ, સિગ્નલ સ્કૂલ સુપરવાઈઝરની જગ્યાઓમાં લેખિત પરીક્ષામાં ઓછામાં ઓછા ₹૦% કે તેથી વધુ ગુણ મેળવવા અનિવાર્ય હોઈ તે જ ઉમેદવારો જરૂરી લાયકાત ધરાવે છે તેમ માનીને તેઓ મૌખિક ઈન્ટરવ્યુને પાત્ર થશે, પરંતુ જો કોઇ જગ્યા માટે જે-તે કેટેગરીમાં ૨૫ ગણાથી વધુ ઉમેદવારો ઓછામાં ઓછા ૯૦% કે તેથી વધુ ગુણ ન મેળવે તો માત્ર અને માત્ર તે જગ્યાની જે- તે કેટેગરીની ઉમેદવારી માટે સ્ટાફ સિલેક્શન કમિટીના નિર્ણયઅનુસાર જે-તે જગ્યાના ૨૫ ગણા ઉમેદવારો પ્રાપ્ત થાય ત્યાં સુધી મેરીટમાં નીચે જઈ શકારો જે અંગે સ્ટાફ સિલેક્શન કમિટીનો નિર્ણય આખરી રહેશે.
ઉપરોકત વિગતો ધ્યાને લઈ ટ્રેઈન્ડ ગ્રેજયુએટ સુપરવાઈઝર, સિગ્નલ સ્કૂલ સુપરવાઈઝરની જગ્યા માટે લેખિત પરીક્ષા કુલ ૫૦ ગુણની રહેશે, શૈક્ષણિક લાયકાત અને અનુભવના ૪૦ ગુણ તથા રૂબરૂ મુલાકાતના ૧૦ ગુણ મળી કુલ ૧૦૦ ગુણ તથા નાવબ શાસનાધિકારી, અધ્યાપક - નુતન તાલિમ વિભાગની જગ્યા માટે લેખિત પરીક્ષા કુલ ૫૦ ગુણની રહેશે, શૈક્ષણિક લાયકાત અને અનુભવના ૩૫ ગુણ તથા રૂબરૂ મુલાકાતના ૧૫ ગુણ મળી કુલ ૧૦૦ ગુણ પૈકી ઉપરોક્ત દર્શાવેલ જગ્યા માટે ઉમેદવારોએ મેળવેલ ગુણની મેરીટયાદી જાહેરખબરમાં સૂચવેલ જગ્યા મુજબની કેટેગરીવાઈઝ અલગ-અલગ મેરીટયાદી બનાવવામાં આવશે. જુનિયર કલાર્કની જગ્યા માટે ઉમેદવારોએ લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણની જાહેરખબરમાં સૂચવેલ જગ્યા મુજબની કેટેગરીવાઇઝ અલગ-અલગ મેરીટયાદી બનાવવામાં આવશે.
પસંદગી પ્રક્રિયાના અધિકારો સક્ષમ સત્તા દ્વારા નક્કી કરેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદની સ્ટાફ સિલેક્શન સમિતિ તેમજ નોનટીચીંગ સ્ટાફ
સિલેક્શન સમિતિ પાસે રહેશે અને આ કમિટીઓનો નિર્ણય આખરી ગણાશે.
પસંદગી પામેલ ઉમેદવારની નિમણૂંક સત્તાધારી ઠરાવે તે શરતોને આધિન રહેશે.
ટ્રેઇન્ડ ગ્રેજયુએટ સુપરવાઈઝર તેમજ સિગ્નલ સ્કૂલ સુપરવાઈઝરની જગ્યા માટે ઉમેદવારે રૂબરૂ મુલાકાતમાં ઓછામાં ઓછા ૪.૫ ગુણ તથા નાયબ શાસનાધિકારી, અધ્યાપક - નૂતન તાલીમ વિભાગની જગ્યા માટે રૂબરૂ મુલાકાતમાં ઓછામાં ઓછા ૨.૭૫ ગુણ મેળવવા જરૂરી છે. રૂબરૂ મુલાકાતમાં નક્કી કરેલ માપદંડથી ઓછા ગુણ મેળવનાર ઉમેદવારો આગળની ભરતી પ્રક્રિયા માટે અમાન્ય ઠરશે.
નાવબ શાસનાધિકારી, ટ્રેઈન્ડ ગ્રેજયુએટ સુપરવાઈઝર, અધ્યાપક - નુતન તાલિમ વિભાગ, સિગ્નલ સ્કૂલ સુપરવાઈઝર પૈકી કોઈપણ જગ્યામાં રૂબરૂ મુલાકાતને અંતે પસંદ પામેલ ઉમેદવાર નિમણૂંક પામ્યા તારીખથી અજમાયશી પિરીયડ ૦૨ વર્ષ સુધીનો રહેશે તેમજ જુનિયર કલાર્કની જગ્યામાં પસંદ પામેલ કર્મચારીનો અજમાયશી પિરીયડ ૦૫ વર્ષ સુધીનો રહેશે. જે-તે જગ્યા પર નિમણૂંક પામેલ કર્મચારીનો અજમાયશી પિરીયડ જો સંતોષકારક નહિં જણાય તો ત્યારબાદ જે-તે જગ્યા પર નિમણૂંક પામેલ કર્મચારીનો કોઈ હક્ક-દાવો રહેશે નહિં.
નાયબ શાસનાધિકારી, ટ્રેઇન્ડ ગ્રેજયુએટ સુપરવાઈઝર, અધ્યાપક - નુતન તાલિમ વિભાગ, સિગ્નલ સ્કૂલ સુપરવાઇઝર પૈકી કોઇપણ જગ્યામાં નિમણૂંક પામેલ કર્મચારીએ નિયમાનુસારની સી.સી.સી. પ્લસની પરીક્ષા અજમાયશી પિરીયડ દરમ્યાન પાસ કરવાની રહેશે તેમજ જુનિયર કલાર્કની જગ્યામાં નિમણુંક પામેલ કર્મચારીએ નિયમાનુસારની સી.સી.સી. ની પરીક્ષા અજમાયશી પિરીયડ દરમ્યાન પાસ કરવાની રહેશે.
પસંદગી પામેલ ઉમેદવારોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ધારા-ધોરણોને આપિન મળવાપાત્ર પગાર-ધોરણ ચૂકવવામાં આવશે તેમજ સરકારશ્રીની પેન્શન અંગેના પ્રવર્તમાન નિયમો લાગુ પડશે.
સ્ટાફ સિલેક્શન કમિટી તેમજ નોનટીચીંગ સ્ટાફ સિલેક્શન કમિટીમાં નક્કી થયા મુજબ બિન અનામત વર્ગના (દિવ્યાંગજન વર્ગ સિવાયના) ઉમેદવારોએ અરજી દીઠ રૂા. ૫૦૦/- ( અંકે રૂપિયા પાંચસો પૂરા ) તથા આ.ન.વ., સા.શૈ.પ.વ., અનુ.જાતિ તેમજ અનુ.જનજાતિના (દિવ્યાંગજન વર્ગ સિવાયના) ઉમેદવારોએ અરજી દીઠ રૂા. ૨૫૦/- (અંકે રૂપિયા બસ્સો પચાસ પૂરા) ઓનલાઈન તા. ૨૦-૧૨-૨૦૨૪ સુધીમાં ભરવાના રહેશે. (દિવ્યાંગજન વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે નહિં.)
ઓનલાઈન અરજી કરતી વખતે તમામ વિગતો અરજીપત્રકમાં ભર્યા બાદ તે વિગતોની ખાત્રી કરીને ત્યાર પછી જ અરજી કન્ફર્મ કરવાની રહેશે.
કન્ફર્મ થયેલી અરજીપત્રકની વિગતો કે તેમાં ઉમેદવારે આપેલી માહિતીમાં ક્ષતિ કે ચૂક બાબતે સુધારો કરવાની રજૂઆત/વિનંતી ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.
મહિલા ઉમેદવાર જો તેમના પિતાને બદલે પતિના નામે અરજી કરવા માંગતા હોય તો તેમણે લગ્ન રજીસ્ટ્રેશનની નકલ અસલ પ્રમાણપત્રોની ચકાસણી સમયે ફરજીયાતપણે રજૂ કરવાની રહેશે.
જે-તે જગ્યામાં એક કરતાં વધારે સંખ્યામાં અરજી કર્યાના કિસ્સામાં છેલ્લે કન્ફર્મ થયેલી અરજીપત્રક જ માન્ય રાખવામાં આવશે. બાકીની અરજી રદ્દ કરવા અંગે નિર્ણય કરવાની સત્તા સ્ટાફ સિલેક્શન સમિતિ / નોનટીચીંગ સ્ટાફ સિલેક્શન સમિતિની રહેશે અને તે ઉપરાંત તે અરજી માટે ભરેલ ફી ના નાણાં પરત મળવાપાત્ર રહેશે નહિં જેની નોંધ લેશો.
નોકરીમાં ચાલુ હોય તેવા ઉમેદવારોએ તેમના કચેરીના વડા (એન.ઓ.સી. - આ સાથે સામેલ કરેલ નમૂના મુજબ સાથે) મારફતે અરજી ન.પ્રા.શિ.સમિતિની કચેરી જયારે મંગાવે ત્યારે આપવાની રહેશે.
અરજદારે લેખિત પરીક્ષા, ડોક્યુમેન્ટ વેરીફિકેશન તેમજ રૂબરૂ મુલાકાત (મૌખિક ઈન્ટરવ્યુ) માટે જે તારીખ અને સમય નક્કી કરવામાં આવે ત્યારે સ્વ ખર્ચે હાજર થવાનું રહેશે.
રૂબરૂ મુલાકાત ( મૌખિક ઇન્ટરવ્યુ) સમયે અસલ પ્રમાણપત્રો, અનુભવનાં પ્રમાણપત્ર તથા અત્રેની કચેરી દ્વારા જે સૂચના આપવામાં આવે તે પ્રમાણેના અસલ આધારભૂત પુરાવા રજૂ કરવાનાં રહેશે.
ઈન્ટરવ્યુ તેમજ પસંદગી અંગે સ્ટાફ સિલેકશન કમિટીનો નિર્ણય આખરી ગણાશે. પરિણામ અંગે કોઈપણ જાતનો પત્ર વ્યવહાર કરવો નહીં તેમજ પસંદગી સમિતિના સભ્યો ઉપરનું કોઈપણ પ્રકારનું દબાણ ગેરલાયકાત ગણાશે.
અરજીપત્રક ભરતાં પહેલાં વેબસાઈટ ઉપર મુકવામાં આવેલ સૂચનાઓનો કાળજીપૂર્વક અભ્યાસ કરવા વિનંતી છે.
ઓનલાઈન જાહેરાત માટેના ભરેલા અરજીપત્રક (જે બેઠકક્રમાંક પર ઉમેદવાર ઉપસ્થિત રહેવાના હોય તે જ અરજીપત્રક) બિડાણ સહિત અત્રેની કચેરીમાં હાલ પુરતા મોકલવા નહી પરંતુ કચેરી દ્વારા મંગાવવામાં આવે ત્યારે અરજદારે અરજીપત્રક સાથે લાયકાતના ગુણપત્રક, શાળા છોડયાનું પ્રમાણપત્ર / જન્મ તારીખના પુરાવા માટે એસ.એસ.સી. બોર્ડ દ્વારા અપાયેલ પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર તથા અન્ય પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સામેલ કરવી. બે શૈક્ષણિક સંસ્થાના વડાના ચાલચલગત અંગેના પ્રમાણપત્રો રજુ કરવા. ઉમેદવારે સીસીસી પરીક્ષા માન્ય સંસ્થામાંથી પાસ કરેલ હોય તેનું સર્ટી. સામેલ કરી મોકલવાના રહેશે.
ઉમેદવારે ઓનલાઈન અરજીફોર્મમાં જે પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ અપલોડ કરેલ હોય, તે જ ફોટોગ્રાફની પાસપોર્ટ સાઈઝની વધુ કોપીઓ પોતાની પાસે રાખવાની રહેશે. ભરતી પ્રક્રિયા (લેખિત પરીક્ષા, ડોક્યુમેન્ટ વેરીફિકેશન તેમજ મૌખિક ઈન્ટરવ્યુ) સમયે તેવો જ ફોટોગ્રાફ રજૂ કરવાનો રહેશે.
માર્કશીટ/ડીગ્રી સર્ટીફિકેટમાં ગ્રેડ દર્શાવેલ હોય તો તેનું સમકક્ષ ટકામાં માન્ય યુનિવર્સિટીનું કન્વર્ઝન કોષ્ટક રજુ કરવાનું રહેશે. જેની સ્પષ્ટ નોંધ લેશો.
ઉમેદવારે જાહેરાતમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ધરાવતા હોવા જોઈએ. ઉમેદવારે શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી મેળવેલ હોવી જોઈએ.
ઉમેદવારે ઓનલાઈન અરજીમાં જે જાતિ(કેટેગરી) દર્શાવેલ હશે તેમાં પાછળથી જાતિ(કેટેગરી) બદલવાની રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.
ઉમેદવારની ઉંમર, લાયકાત અને અનુભવ ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજની ગણવામાં આવશે.
ઉમેદવારે અરજીમાં જે અનુભવ દર્શાવેલ હોય તેના સમર્થનમાં અનુભવનો સમયગાળો (દિવસ, માસ, વર્ષ), મૂળ પગાર અને કુલ પગારની વિગતો તથા બજાવેલ ફરજોનો પ્રકાર/મેળવેલ અનુભવની વિગતો સાથેનું પ્રમાણપત્ર કચેરી માગે ત્યારે રજૂ કરવાનું રહેશે. આવું પ્રમાણપત્ર સંસ્થાના લેટરપેડ પર સક્ષમ સત્તાધિકારીની સહી અને તારીખ સાથેનું રજૂ કરવાનું રહેશે.
કોઈપણ ઉમેદવારનો જે-તે જગ્યામાં ઉમેદવારી સમયે જાહેરખબરમાં દર્શાવેલ અનુભવ સવેતન જ ગ્રાહય રાખવામાં આવશે. જેના પુરાવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા મંગાવવામાં આવે ત્યારે રજૂ કરવાના રહેશે.
રૂબરૂ મુલાકાત સમયે ઉમેદવારે સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ ના વાંધા પ્રમાણપત્ર અસલમાં રજૂ કરવાનું રહેશે.
ઉમેદવારને લેખિત પરીક્ષા કે રૂબરૂ મુલાકાત માટે અત્રેની કચેરી દ્વારા લેખિતમાં જાણ કરવામાં આવશે નહિં, આથી ઉમેદવારે ઓનલાઈન અરજી ફોર્મમાં યોગ્ય સ્થાને પોતાનો કાયમી મોબાઈલ નંબર લખવો અનિવાર્ય છે આપશ્રી દ્વારા એકવાર મોબાઈલ નંબર દર્શાવ્યા બાદ અન્ય કોઈ મોબાઈલ નંબર આપની અરજીમાં ઉમેરી શકાશે નહિં. કન્ફર્મ થયેલી અરજીઓના ઉમેદવારને જે-તે જગ્યાની ભરતી પ્રક્રિયા અંગેની જાણ એસ.એમ.એસ. તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદની વેબસાઈટ www.ameschoolboard.org દ્વારા જ કરવામાં આવશે. જેની સ્પષ્ટ નોંધ લેવી. યોગ્ય મોબાઈલ નંબર લખેલ ન હોય તે ઉમેદવારને સંદેશ ન પહોંચે તે અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદની કોઈ જવાબદારી રહેશે નહિં. જો ઈમેઈલ આઈ.ડી. હોય તો દર્શાવવો.
ઉમેદવારોએ આ જગ્યાની આગળની ભરતી પ્રક્રિયા અંગેની જાણકારી માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદની વેબસાઈટ www.ameschoolboard.org જોતા રહેવા વિનંતી છે.
ઉમેદવારે ઓનલાઈન અરજીમાં કોઈપણ વિગત ખોટી દર્શાવેલ હશે અથવા ભરતી પ્રક્રિયાના કોઈપણ તબક્કે ખોટી માલુમ પડશે તો તેમની અરજી જે તે તબક્કે રદ કરવામાં આવશે તથા તેણે લાયકીધોરણ (Passing Standard) મેળવેલ હશે તો પણ તેમની ઉમેદવારી રદ ગણાશે તેમજ ભવિષ્યમાં પણ ઉમેદવારે નિમણૂંક સમયે રજુ કરેલ જન્મતારીખ, શૈ.લાયકાત, વય, જાતિ, અનુભવ અને અન્ય પુરાવા ખોટા માલુમ પડશે કે શંકાસ્પદ જણાશે તો તેની સામે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમજ આવા ઉમેદવારની પસંદગીથી નિમણુંક થયેલ હશે તો કોઈપણ તબક્કે નિમણૂંક રદ કરવામાં આવશે.
આપેલ જાહેરખબર કોઈપણ કારણોસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થશે તો તેવા સંજોગોમાં તેમ કરવાનો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,અમદાવાદનો સંપૂર્ણ હક્ક/અધિકાર રહેશે. અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહીં.
જાહેરખબરમાં આવેલ અરજીઓની સંખ્યાને ધ્યાને લઈ આગળની ભરતી પ્રક્રિયા માટે ઉમેદવારોને માન્ય ગણવા અંગે નીતિ નક્કી કરવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદની સ્ટાફ સિલેકશન કમિટી / નોનટીચીંગ સ્ટાફ સિલેક્શન સમિતિનો નિર્ણય આખરી ગણાશે.
તા. ૨૧-૧૧-૨૦૨૪
ડૉ.એલ.ડી.દેસાઈ
શાસનાધિકારી
Self Declaration
હું................ખાત્રી પૂર્વક જાહેર કરું છું કે (૧) મને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ કે અન્ય સરકારી/અર્ધ સરકારી / સરકાર હસ્તકની કોઈપણ સંસ્થા દ્વારા કયારેય પણ ગેરલાયક ઠરાવેલ નથી કે મારી ગેરલાયકાતનો સમય ચાલુ નથી. અરજીમાં દર્શાવેલ વિગતો મારી જાણ અને ખાતરી મુજબ સાચી છે અને જો તેમાં કોઈપણ વિગત ખોટી હશે તો તે અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદનો નિર્ણય અંતિમ રહેશે અને તે મને બંધનકર્તા છે. (૨) મેં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદની જાહેરાતના બધા જ નિયમો અને સુચનાઓ વાંચી અને સમજી લીધી છે, જે મને બંધનકર્તા રહેશે. આ ઉપરાંત હું જાહેરાતમાં દર્શાવેલ લાયકાતની શરતોને અનુરૂપ પાત્રતા ધરાવું છું
Important links:
Official website: Click here
Apply online now : Click here
Click here for Important Instruction Advertisement / જાહેરાત : Click here
Homepage: Click here
*શું તમે આજનાં ગુલાબની વર્લ્ડ ક્લાસ ડિઝાઇન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માંગો છો ? 🏵*
_Edutor App પર કોઈ પણ પ્રકારના ટેકનિકલ કે ડિઝાઇનનાં જ્ઞાન વગર માત્ર 10 જ સેકન્ડમાં આજનું ગુલાબ બનાવી વિદ્યાર્થીઓને અનોખી રીતે પ્રોત્સાહિત કરો. 🥳🔥_
ઉપરાંત Edutor App માં તમે,
- આજનું ગુલાબ 🌹
- આજનો દીપક 🎂
- શાળા ગૌરવ 🏆
- સમય સારથી ⏰
- વિદ્યા સિદ્ધ 👨🎓
- એકમ કસોટી વિજેતા 👩💻
- હાજરી ચેમ્પિયન 🗓
- હેલ્પિંગ હીરો 💁♂
વગેરેની માત્ર 10 સેકન્ડમાં વર્લ્ડ ક્લાસ ડિઝાઇન બનાવી શકશો.
👉 *આ લીંકથી હમણાં જ Edutor App ડાઉનલોડ કરી તમારાં વિદ્યાર્થીઓને સ્માર્ટ રીતે પ્રોત્સાહિત કરવાની શરૂઆત કરો :* https://edutorapp.com/download?referrer_id=NDE0ODY=
Home
Contact us.








