ધોરણ 1 થી 8 ની અંદાજે 13800 જગ્યાઓની સંયુકત જાહેરાત....
રાજ્યના વિદ્યાસહાયકો માટે સરકારની દિવાળીની ભેટ
• પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકો માટે ભરતીની જાહેરાત
• 1 નવેમ્બરે 13,800 જગ્યા માટે ભરતીની કરાશે જાહેરાત
• હાલ કાર્યરત શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનું આયોજન
ધોરણ 1થી 8માં 13800 શિક્ષકોની ભરતી માટે 1 નવેમ્બરે જાહેરાત આવશે.
આ વખતે ભરતીની સંયુક્ત જાહેરાત, ભરતી પહેલા બદલી કેમ્પની કાર્યવાહી કરાશે.
રાજ્યની પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયકની ભરતી અંગે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત કરવામાં આવી છે. જેમાં ધો.1થી 5 અને ધો.6થી 8 માટે ગુજરાતી તથા અન્ય માધ્યમની મળીને કુલ 13800 વિદ્યાસહાયકોની ભરતી માટે 1 નવેમ્બરના રોજ જાહેરાત આપવામાં આવશે. આ વખતે ભરતીની સંયુક્ત જાહેરાત કરવામાં આવનાર છે. આ ઉપરાંત કાયમી શિક્ષકોની ભરતી પહેલા જિલ્લાફેર બદલી કેમ્પની કાર્યવાહી પૂર્ણ થાય તે માટે ટૂંક સમયમાં કેમ્પનું આયોજન પણ કરવામાં આવનાર છે.
શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીને પ્રાથમિક શાળાના શિક્ષકોની ભરતી અંગેનો મંજૂરી આપતો પત્ર મોકલી આપવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે, ધો. 1થી 5 અને ધો.6થી 8 એમ બંને વિભાગ માટે ગુજરાતી અને અન્ય માધ્યમ માટે માત્ર ભરતીની કુલ જગ્યા દર્શાવી સંયુક્ત જાહેરાત આપવાની રહેશે. આ વખતે સંયુક્ત જાહેરાત 1 નવેમ્બરના રોજ આપવામાં આવશે. જેમાં પ્રાયમરી અને અપર પ્રાયમરીમાં ગુજરાતી તથા અન્ય માધ્યમની મળીને 13800 જગ્યાઓ ભરવામાં માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ભરતીને સમયાંતરે જિલ્લા ફેરબદલી કેમ્પનું આયોજન કરવાનું રહેશે. જિલ્લા ફેર બદલી કેમ્પ બાદ નવા હાજર થયેલા શિક્ષકોને ધ્યાને લઈ નવેસરથી જિલ્લાવાર રોસ્ટર રજિસ્ટર તૈયાર કરવાના રહેશે. રોસ્ટર રજિસ્ટર તૈયાર થયા બાદ જિલ્લાને કુલ ખાલી જગ્યાના પ્રમાણમા મંજૂર થયેલી જગ્યાઓ ધ્યાને લઈ ભરવાપાત્ર જગ્યાની ફાળવણી કરવાની રહેશે. ફાળવેલી જગ્યાઓ ધ્યાને લઈ અનામત નીતિ અનુસાર જિલ્લા-નગર પાસેથી માંગણા પત્રક મેળવી ભરતી પોર્ટલ પર વિગતવાર પ્રસિદ્ધ કરવાની રહેશે. કામ ચલાઉ મેરીટ યાદી જાહેર કરી ઉમેદવારોને જિલ્લા પસંદગી કરાવવાની રહેશે. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર પ્રાથમિકમાં મોટાભાગની જગ્યાઓ અંતરિયાળ વિસ્તારના જિલ્લાઓની હશે.
ગુજરાત સરકાર
શિક્ષણ વિભાગ
બ્લોક નં. ૫,
આઠમો માળ,
સચિવાલય,
ગાંધીનગર -૩૮૨૦૧૦.
Email ID: sok51343@gmail.com
તાત્કાલિક
પત્ર ક્રમાંક: પીઆરઇ/૧૨૨૦૨૪/e-૨૭૯૮/ક
તારીખઃ ૨૯/૧૦/૨૦૨૪
પ્રતિ,
'નિયામકશ્રી,
પ્રાથમિક શિક્ષણની કચેરી,
વિદ્યા સમીક્ષા કેન્દ્ર,
સેક્ટર-૧૯,
ગાંધીનગર- ૩૮૨૦૨૧
વિષય : ધો. ૧ થી ૫ અને ધો. ૬ થી ૮ ની ભરતીની સંયુક્ત જાહેરાત આપવા બાબત.
શ્રીમાન,
ઉપર્યુક્ત વિષયની આપની તારીખ : ૧૫/૧૦/૨૦૨૪ની સિંગલ ફાઇલથી કરેલ દરખાસ્ત અન્વયે જણાવવાનું કે રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ધો. ૧ થી ૫ અને ધો. ૬ થી ૮ એમ બંને વિભાગ માટે ગુજરાતી અને અન્ય માધ્યમની જગ્યાઓની જાહેરાત એક સાથે તા. ૦૧/૧૧/૨૦૨૪ ના રોજ વર્તમાનપત્રમાં સંયુક્ત જાહેરાત આપવા અંગે આથી સરકારશ્રીની મંજૂરી આપવામાં આવેલ છે, જે અન્વયે નીચે મુજબની આનુષાંગિક કાર્યવાહી કરવા વિનંતી છે.
તા.૦૧/૧૧/૨૦૨૪ના રોજ ધો-૧ થી ૫ અને ધો-૬ થી ૮ એમ બંને વિભાગ માટે ગુજરાતી અને અન્ય માધ્યમ માટે માત્ર ભરતીની કુલ જગ્યા દર્શાવી સંયુક્ત જાહેરાત આપવાની રહેશે.
ભરતીને સમાંતર જિલ્લા ફેરબદલી કેમ્પનું (ઓનલાઇન/ઓફલાઇન) આયોજન કરવાનું રહેશે.
જિલ્લા ફેર બદલી કેમ્પ બાદ નવા હાજર થયેલા શિક્ષકોને ધ્યાને લઇ નવેસરથી જિલ્લાવાર રોસ્ટર રજીસ્ટર તૈયાર કરાવવાના રહેશે.
રોસ્ટર રજીસ્ટર તૈયાર થયા બાદ જિલ્લાઓને કુલ ખાલી જગ્યાના પ્રમાણમાં મંજુર થયેલ જગ્યાઓ ધ્યાને લઇ ભરવાપાત્ર જગ્યાની ફાળવણી કરવાની રહેશે.
ફાળવેલ જગ્યાઓ ધ્યાને લઇ અનામત નીતિ અનુસાર જિલ્લા/નગર પાસેથી માંગણા પત્રક મેળવી ભરતી પોર્ટલ પર વિગતવાર વિગતો પ્રસિધ્ધ કરવાની રહેશે.
કામચલાઉ/આખરી મેરીટ યાદી જાહેર કરી ઉમેદવારોને જિલ્લા પસંદગી કરાવવાની રહેશે.
આપનો વિશ્વાસુ,
(આર. આર. ઠાકોર)
સેક્શન અધિકારી
શિક્ષણ વિભાગ
માન. મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjpજીના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકો માટે સરકારની દિવાળીની ભેટ
સરકારી પ્રાથમિક શાળામાં કામ કરતા શિક્ષક મિત્રો માટે તા. 01/11/2024ના રોજ પ્રાથમિક શાળાઓમાં અંદાજે 13800 જગ્યા માટે વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત આવશે.
આ સાથે હાલ કામ કરતા શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનું આયોજન હાથ ધરવામાં આવશે.
🔥🔥🔥 *વિદ્યાસહાયક ભરતી...... બ્રેકિંગ અપડેટ......*
📧 *શિક્ષકોની ધોરણ 1 થી 8 ની બાકી જગ્યાઓની સંયુકત જાહેરાત આવશે....*
📧 *12500 જેટલી જગ્યાઓની જાહેરાત 1 નવેમ્બરે આવશે....*
📧 *આખરી મંજુરી માટે ફાઈલ રખાઈ.....*
રાજ્યની સરકારી પ્રાથમિક શાળામાં કામ કરતા શિક્ષક મિત્રો અને નોકરી ઈચ્છુક યુવાનો માટે તા. 01/11/2024 ના રોજ પ્રાથમિક શાળાઓમાં અંદાજે
13800
જગ્યા માટે વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત આવશે.
આ ભરતીની સમાંતર હાલ કામ કરતા શિક્ષકો માટે જિલ્લા ફેર બદલી નું આયોજન હાથ ધરવામાં આવશે.
Homepage: Click here
*શું તમે આજનાં ગુલાબની વર્લ્ડ ક્લાસ ડિઝાઇન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માંગો છો ? 🏵*
_Edutor App પર કોઈ પણ પ્રકારના ટેકનિકલ કે ડિઝાઇનનાં જ્ઞાન વગર માત્ર 10 જ સેકન્ડમાં આજનું ગુલાબ બનાવી વિદ્યાર્થીઓને અનોખી રીતે પ્રોત્સાહિત કરો. 🥳🔥_
ઉપરાંત Edutor App માં તમે,
- આજનું ગુલાબ 🌹
- આજનો દીપક 🎂
- શાળા ગૌરવ 🏆
- સમય સારથી ⏰
- વિદ્યા સિદ્ધ 👨🎓
- એકમ કસોટી વિજેતા 👩💻
- હાજરી ચેમ્પિયન 🗓
- હેલ્પિંગ હીરો 💁♂
વગેરેની માત્ર 10 સેકન્ડમાં વર્લ્ડ ક્લાસ ડિઝાઇન બનાવી શકશો.
👉 *આ લીંકથી હમણાં જ Edutor App ડાઉનલોડ કરી તમારાં વિદ્યાર્થીઓને સ્માર્ટ રીતે પ્રોત્સાહિત કરવાની શરૂઆત કરો :* https://edutorapp.com/download?referrer_id=NDE0ODY=
Home
Contact us.





