ગણન માં નબળા વિદ્યાર્થી માટે પ્રેક્ટિસ ટેસ્ટ..
મિશન વિદ્યા અંતર્ગત ધો.6 થી 8માં જિલ્લાની સર્વે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગણન અને વાંચન કરતા વિદ્યાર્થીઓ લેખનમાં ઓછી ટકાવારી હોવાનું ફલિત થાય છે. જ્યારે ધોરણ પ્રમાણે પણ લેખનમાં ધો.6ને 42 % મળ્યા છે. ધો.7ને 47% અને ધો.8ને 48% પરિણામ મળવા પામ્યુ છે.
શિક્ષણ વિભાગ દ્વારા 23 જુલાઇ 31 ઓગષ્ટ દરમિયાન યોજવામાં આવેલ ટે દરમિયાન દરેક શાળાના તમામ શિક્ષકોએ એક કલાક વહેલા આવી આવા પ્રિય વિદ્યાર્થીઓને જુદી જુદી પ્રવૃત્તિઓ, પધ્ધતિઓ દ્વારા તેમને વાચન, લેખન અને ગણનના ભરપુર મહાવરો પુરા પડેલ.
તેમજ દર 15 દિવસે શિક્ષકો દ્વારા તથા છેલ્લા થર્ડ પાર્ટી એટલે કે જિલ્લાની ડી.એ.એડ અને બી.એડ કોલેજોના તાલીમાર્થીઓ દ્વારા 10, 11, 12 સપ્ટેમ્બર (ત્રણ દિવસ)ના રોજ યોજવામાં આવેલ તેનું પરિણામ જાહેર થતા જિલ્લામાં વાંચનમાં કુલ 21,429 જેટલા (0 થી 5 ગુણ) પ્રિય વિદ્યાર્થીઓ હતા.
જેમાંથી 10,958 વિદ્યાર્થીઓએ 6 થી 10 ગુણ પ્રાપ્ત કરેલ. એટલે કે 51% જેટલી સિધ્ધિ પ્રાપ્ત કરેલ. લેખનમાં કુલ 25,957 જેટલા (0 થી 5 ગુણ) પ્રિય વિદ્યાર્થીઓ હતા જેમાંથી 14,120 વિદ્યાર્થીઓએ ૬ થી ૧૦ ગુણ પ્રાપ્ત કરેલ. એટલે કે 54% જેટલી સિધ્ધિ પ્રાપ્ત કરેલ. ભાવનગર જિલ્લામાં ગણનમાં કુલ 29,162 જેટલા (0 થી 5 ગુણ) પ્રિય વિદ્યાર્થીઓ હતા. જેમાંથી 18,149 વિદ્યાર્થીઓએ 6 થી 10 ગુણ પ્રાપ્ત કરેલ. એટલે કે 62% જેટલી સિધ્ધિ પ્રાપ્ત કરેલ.
ધોરણ-6નું એકંદર પરિણામ વાંચનમાં 48%, લેખનમાં 42% એ ગણનમાં 52% સિધ્ધિ જોવા મળેલ. એટલે કે ધોરણ-6માં વાંચન પર લેખન કાર્ય પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત જણાય છે.
તો ધોરણ-7નું એકંદર પરિણામ વાંચનમાં 53%, લેખનમાં 47% અને ગણનમાં 64% સિધ્ધિ જોવા મળેલ. એટલે કે ધોરણ-7માં વિદ્યાર્થીઓના લેખન કાર્ય પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૃરિયાત જણાય હતી અને ધોરણ-8નું એકંદર પરિણામ વાંચનમાં 52%, લેખનમાં 48% અને ગણનમાં 66% સિધ્ધિ જોવા મળેલ. એટલે કે ધોરણ-8માં વિદ્યાર્થીઓના લેખન કાર્ય પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત જણાય છે. આ તમામ પરિણામો જોતા શિક્ષકોએ વિદ્યાર્થીઓને લેખન કાર્ય વધારે મહાવરો થાય તેવી પ્રવૃતિઓ વર્ગખંડમાં યોજવી જોઇએ તે ફલિત થાય છે.
ગણન માટેની દાખલા પીડીએફ..👇
👉 Click here to download.
वचन का मतलब है, भाषाविज्ञान में संज्ञा, सर्वनाम, विशेषण, और क्रिया की व्याकरण संबंधी श्रेणी. यह श्रेणी इन शब्दों की संख्या बताती है, जैसे कि एक, दो वगैरह. संस्कृत और कुछ और भाषाओं में द्विवचन भी होता है.
Home
Contact us.









