💥🌐🌀 સક્ષમ શાળા બાબત.....
समग्र शिक्षा
Samagra Shiksha
ગુજરાત શાળા શિક્ષણ પરિષદ
સ્ટેટ પ્રોજેક્ટ કચેરી,
સમગ્ર શિક્ષા,
સેકટર-૧૭,
ગાંધીનગર.
E-mail-qecell@gmail.com
ફોન નં-૦૭૯-૨૩૨૪૧૩૩
પત્રક્રમાંક-સમગ્ર શિક્ષા/ક્યુઈસેલ/૧/૨૦૨૪/ ૪૦૩૦૬ - ૩૭૯
તા-૧૧.૦૯.૨૦૨૪
પ્રતિશ્રી,
જિલ્લા શિક્ષણાધિકારીશ્રી,
જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી,
પ્રતિશ્રી,
જિલ્લા પ્રોજેક્ટ કૉ-ઓર્ડીનેટરશ્રી અને
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી,
જિલ્લા: તમામ
જિલ્લા-તમામ
શાસનાધિકારીશ્રી-
અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા
વિષય : સક્ષમ શાળા (Resilient school) કાર્યક્રમ અંતર્ગત બેઝલાઈન સર્વે (સક્ષમ શાળા એપ્લીકેશન) આધારિત શાળાઓ દ્વારા વિગતો અપલોડ કરવા બાબત
સમગ્ર શિક્ષા, ગુજરાત દ્વારા શાળાઓમાં ઉત્તમ અને ગુણવત્તાયુક્ત સર્વગ્રાહી શિક્ષણ પૂરું પાડવામાં આવી રહેલ છે. રાષ્ટ્રીય શિક્ષા નીતિ ૨૦૨૦ અનુસાર શાળામાં શિક્ષણ સાથે બાળકોને પર્યાવરણીય જ્ઞાન મળે અને તે મુજબ તેઓની જીવન જીવવાની કળાનો વિકાસ થાય તે માટે વિવિધ પ્રયાસો થઇ રહ્યા છે. સમગ્ર શિક્ષા દ્વારા ઇકો ક્લબ, પર્યાવરણ પ્રયોગશાળા, ગ્રીન સ્કુલ, આપત્તિ વ્યવસ્થાપન જેવા સંરક્ષિત પ્રકલ્પ આધારિત વિવિધ પ્રકારની કામગીરી પણ કરવામાં આવી રહી છે. આ સાથે બાળકોમાં પર્યાવરણીય પ્રવૃત્તિઓની સમજ પ્રાપ્ત થાય તે માટે સમગ્ર શિક્ષા, ગુજરાત દ્વારા બહુવિધ પાસાઓને આવરી લેતા "સક્ષમ શાળા* કાર્યક્રમ અંતર્ગત સક્ષમ શાળા- એપ્લીકેશન અને તેની માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે.
"સક્ષમ શાળા" કાર્યક્રમમાં મુખ્યત્વે ચાર ઘટકોનો સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં સ્વચ્છ, હરિત, સલામત અને સ્થાયી મુખ્ય ચાર ઘટકો છે. તેમજ પાણી, શૌચાલય, આરોગ્ય રક્ષણ, હવા, જમીન, ઉર્જા, આબોહવા, જોખમ, સંરક્ષણ, સંચાલન, વર્તન, સમાવેશ જેવા જુદા-જુદા બાર ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવેલ છે. જેનો મુખ્ય ઉદ્દેશ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો અપેક્ષિત કહી શકાય તેવી સલામતી, સ્વાસ્થ્ય અને આરોગ્યકારી રીતે જીવન જીવવાની મહત્વની બાબતોનો સમાવેશ કરવામાં આવેલ છે.
"સક્ષમ શાળા” કાર્યક્રમ અંતર્ગત સમગ્ર શિક્ષા કચેરીના જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ કાર્યરત કર્મચારીશ્રીઓ માહિતગાર બને તેમજ આ માર્ગદર્શિકાથી વધુ અવગત થાય તે માટે રાજયના તમામ જિલ્લાના જિલ્લા પ્રોજેક્ટ ઇજનેર, તમામ ટીઆરપી, આસી. આર્કિટેક્ટ, જિલ્લા ટીચર્સ ટ્રેનીંગ કો- ઓર્ડીનેટર (QEM) અને બી.આર.સી. કો-ઓર્ડીનેટરને ૨(બે) દિવસીય નિવાસી તાલીમમાં માહિતગાર કરવામાં આવેલ હતા. તેજ રીતે રાજ્યના તમામ સી.આર.સી.કો.ઓર્ડીનેટર માહિતગાર બને તેમજ આ માર્ગદર્શિકાથી વધુ અવગત થાય તે અંગે જિલ્લા કક્ષાએ સી.આર.સી.કો.ઓર્ડીનેટરને પણ બે દિવસીય તાલીમ આપી સુસજ્જ કરવામાં આવેલ હતા.
વધુમાં સક્ષમ શાળા કાર્યક્રમ અંતર્ગત રાજ્યની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્યશ્રી તેમજ તે જ શાળાના એક શિક્ષક(ફોકલ પોઈન્ટ ટીચર)ને પણ સક્ષમ શાળા કાર્યક્રમની માર્ગદર્શિકાથી વધુ અવગત થાય તે માટે તાલુકા કક્ષાએ બે દિવસીય તાલીમ આપી સુસજ્જ કરવામાં આવેલ છે.
હવે "સક્ષમ શાળા" કાર્યક્રમ અંતર્ગત ૧૨ ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને સમગ્ર શિક્ષા દ્વારા સક્ષમ શાળા એપ્લીકેશન તૈયાર કરવામાં આવેલ છે. આ એપ્લીકેશનમાં ૧૦૦ પ્રશ્નો આપવામાં આવેલ છે. જેમાં મુખ્ય ચાર ઘટકોના જુદા-જુદા બાર ક્ષેત્રો આધારિત પ્રશ્નો તૈયાર કરવામાં આવેલ છે. આ એપ્લીકેશન અંગેની સમજ માટે એપ્લીકેશનમાં જ વીડિયોના માધ્યમથી વિસ્તૃત માહિતી આપવામાં આવેલ છે. આ એપ્લીકેશનમાં સમાવિષ્ટ વીડિયોમાં માન.એસપીડીશ્રી, સમગ્ર શિક્ષા અને સચિવશ્રી, સમગ્ર શિક્ષા તેમજ અન્ય સંસ્થાના પ્રતિનિધીઓ દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવેલ છે. જે તમામ શાળાઓએ ખાસ જોવાનો રહેશે. સક્ષમ શાળા એપ્લીકેશનમાં રજીસ્ટ્રેશન અંગેની વિગત પત્રની સાથે મોકલી આપવામાં આવે છે.
આ એપ્લીકેશન મારફત રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં સક્ષમ શાળા કાર્યક્રમ અંતર્ગત તા-12.09.2024 ગુરુવાર થી તા-10.10.2024 ગુરુવાર દરમિયાન બેઝલાઈન સર્વે હાથ ધરવામાં આવનાર છે.
આ બેઝલાઈન સર્વેમાં શાળાઓ દ્વારા ભરવામાં આવેલ વિગતોની ચકાસણી માટે સી.આર.સી./ બી.આર.સી.કો.ઓ દ્વારા ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે. તાલુકા, જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ 4 સ્ટાર તેમજ 5 સ્ટાર ધરાવતી શાળાઓને કેટેગરી મુજબ એવોર્ડ તેમજ પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરવામાં આવનાર છે. જેની સંપૂર્ણ વિગત નીચે કોષ્ટકમાં જણાવેલ છે.
સક્ષમ શાળા" કાર્યક્રમ પુરસ્કાર રૂપરેખા
ક્રમ. - અભિગમલક્ષી કાર્ય આયોજન - સંભવિત સમયગાળો
1. - સક્ષમ શાળા અભિગમ પ્રચાર-પ્રસાર અંતર્ગત રાજ્ય, જિલ્લા, તાલુકા કક્ષાએ તાલીમ (તમામ સરકારી પ્રાથમિક અને માધ્ય. શાળાઓ). - 1 જુનથી 10 સપ્ટેમ્બર 2024
2. - બેઝલાઈન સર્વે. - 12 સપ્ટેમ્બર થી 10 ઓક્ટોબર 2024
3. - શાળા ડેટાની પ્રમાણભૂતતા ચકાસણી. - 11 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર 2024
4. - બ્લોક કક્ષાએ ચકાસણી અને એવોર્ડ. - 1 નવેમ્બર થી 9 નવેમ્બર 2024
5. - જિલ્લા કક્ષાએ ચકાસણી અને જિલ્લા એવોર્ડ પસંદગી. - 11 નવેમ્બર 19 નવેમ્બર 2024
6. - જિલ્લા સ્તરના એવોર્ડનું વિતરણ. - સમિતિ નક્કી કરે તે તારીખ મુજબ (સંભવિત નવેમ્બર મહિનો)
7. - રાજ્ય સ્તરના એવોર્ડની સમીક્ષા. - 21 નવેમ્બર થી 14 ડીસેમ્બર 2024
8. - રાજ્ય સ્તરના એવોર્ડનું વિતરણ. - 15 ડીસેમ્બર થી 30 ડીસેમ્બર 2024
9. - સક્ષમ શાળા વિકાસ આયોજન અને ઓછા સ્તર ધરાવતી શાળાના વિકાસ માટે હેન્ડહોલ્ડીંગ. - જાન્યુઆરી-2025 થી માર્ચ-2025
શાળાઓને બેઝલાઈન સર્વેના આધારે સક્ષમ શાળા એપ્લીકેશનથી 1 થી 5 સ્ટારનું રેટિંગ પ્રાપ્ત થશે. માર્ગદર્શિકામાં જણાવ્યા મુજબ બ્લોક, જિલ્લા અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી 4 સ્ટાર અને 5 સ્ટાર પ્રાપ્ત કરનાર શાળાઓને પુરસ્કાર અને પેટા-કેટેગરી હેઠળ નીચે જણાવેલ કોષ્ટક મુજબ એવોર્ડ આપવામાં આવશે. 4 સ્ટાર અને 5 સ્ટાર પુરસ્કાર અને પેટા-કેટેગરી હેઠળ એવોર્ડ માટે પસંદ થયેલ શાળાઓની સક્ષમ શાળા અંતર્ગતની રાજ્યની સમિતિ દ્વારા શાળાઓની સ્થળ મુલાકાત પણ લેવામાં આવશે. ત્યાર બાદ એવોર્ડ અને પુરસ્કાર માટે શાળાઓની પસંદગી કરવામાં આવશે.
4 સ્ટાર અને 5 સ્ટાર ધરાવતી શાળાઓ માટે (એકંદર સ્કોર વર્ગ) - ગ્રામીણ. - शहेरी. - નિવાસી
પ્રાથમિક શાળા , માધ્યમિક શાળા _ કુલ. - પ્રાથમિક શાળા ,માધ્યમિક શાળા _ કુલ. નિવાસી શાળા U.R. _ કુલ
બ્લોક કક્ષા - 1,1-2. _ 1, 1 - 2. _ 1.
જિલ્લા કક્ષા (પ્રથમ) - 1,1 -2. _1,1 - 2. _ 1.
જિલ્લા કક્ષા (દ્વિતીય) - 1,1 -2.
જિલ્લા કક્ષા (ત્રીજું) - 1,1 - 2.
રાજ્ય કક્ષા - 6,6 - 12. _ 4,4 - 8. _1
4 સ્ટાર અને 5 સ્ટાર ધરાવતી શાળાઓ માટે. - (પેટા-શ્રેણી)
ગ્રામીણ. - शहेरी. - નિવાસી (U+R)
પેટા-શ્રેણીના પુરસ્કારો - પ્રાથમિક શાળા,માધ્યમિક શાળા. - કુલ. - પ્રાથમિક શાળા,માધ્યમિક શાળા. - કુલ. - નિવાસી શાળા
બ્લોક કક્ષા - 12,12 -24. 12,12 - 24. 0,0 -0
જિલ્લા કક્ષા - 12,12 -24. 12,12 - 24. 0,0 -0
રાજ્ય કક્ષા - 12
રાજ્ય કક્ષાના એવોર્ડ પ્રાપ્ત કરનાર શાળાઓ પૈકીના ૧૨ ક્ષેત્રોના આધારે વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે કે જે 'સક્ષમ ચેમ્પિયન' તરીકે પુરસ્કૃત કરવામાં આવશે.
આમ, ઉપરોક્ત વિગતે "સક્ષમ શાળા" કાર્યક્રમ હાથ ધરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાની સમિતિ તેમજ જિલ્લા કક્ષાની સમિતિની રચનાનું માળખું અત્રેની કચેરી દ્વારા આગામી સમયમાં પત્ર મારફત આપને જણાવવામાં આવશે. તેમજ ક્લસ્ટર, તાલુકા, જિલ્લા કક્ષાના ડેશબોર્ડ પર અત્રેથી ઉપલબ્ધ કરવામાં આવશે. જેની વિગત પણ અત્રેથી મોકલી આપવામાં આવશે. જેથી શાળાઓ દ્વારા ભરાયેલ વિગતોથી ક્લસ્ટર, તાલુકા, જિલ્લાઓ દ્વારા માહિતગાર થઇ શકાય.
सक्षम शाणा વેબ એપ્લિકશન્સ ડાઉનલોડ કરવા માટેની લિંક. - http://ssg-ss.gujarat.gov.in/
ઉક્ત બાબત ધ્યાને લઇ આપના જિલ્લાની તમામ પ્રકારની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને આ બેઝલાઈન સર્વેમાં સક્ષમ શાળા એપ્લીકેશન મારફત ભાગ લેવા માટે આપની કક્ષાએથી પત્ર મારફત જાણ કરવા વિનંતી છે તેમજ આ બેઝલાઈન સર્વે અંતર્ગત સક્ષમ શાળા એપ્લીકેશનમાં તમામ શાળાઓ દ્વારા વિગતો અપલોડ થાય તે અંગેની જવાબદારી સી.આર.સી.કો.ઓની રહેશે.
એપ્લીકેશન સબંધિત માહિતી માટે સૌ પ્રથમ તાલુકા એમ.આઈ.એસ.કો.ઓર્ડીનેટરનો સંપર્ક કરવાનો રહેશે. ત્યારબાદ જિલ્લા એમ.આઈ.એસ.કો.ઓર્ડીનેટરનો સંપર્ક કરવાનો રહેશે. ત્યારબાદ જ જિલ્લા એમ.આઈ.એસ.કો. ઓર્ડીનેટરએ રાજ્યના એમ.આઈ.એસ.કો.ઓર્ડીનેટરનો સંપર્ક કરવાનો રહેશે. રાજ્ય કક્ષાએ વધુ જાણકારી માટે હેલ્પલાઇન નંબર-
૧. વિદ્યા સમીક્ષા કેન્દ્ર - ૦૭૯ ૨૩૯૭૩૬૧૫
२. मेल : saksham.shala@ssguj.in
(મહેશ મહેતા)
સચિવ સ્ટેટ પ્રોજેક્ટ
ઓફીસ સમગ્ર શિક્ષા,
ગાંધીનગર.
બિડાણ- સક્ષમ શાળા એપ્લીકેશન રજીસ્ટ્રેશન તેમજ વિગતો ભરવાની માર્ગદર્શિકા
નકલ સવિનય રવાના:
- માન. એસ.પી.ડી.શ્રી, સદર કચેરી
- માન.નિયામકશ્રી, શાળાઓની કચેરી, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર
- માન.નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણ, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર
- માન. એડી.એસ.પી.ડી.શ્રી, સદર કચેરી.
👉 સક્ષમ શાળા માર્ગદર્શિકા .pptx
Homepage: Click here
Source by. Gujarat government gandhinagar
Home
Contact us.








