'70 માં વન્યજીવ સપ્તાહ’ ની ઉજવણી અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન...
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય દ્વારા ૨ થી ૮ ઓક્ટોબર સુધી ‘૭૦ માં વન્યજીવ સપ્તાહ’ ની ઉજવણી અંતર્ગત મુલાકાતીઓ નિઃશુલ્ક મુલાકાત કરી શકશે તેમજ વિવિધ સ્પર્ધાઓનું આયોજન...
- આગામી તા. ૨ થી ૮ ઓક્ટોબર દરમ્યાન જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.
તા.૨ થી ૮ ઓક્ટોબર દરમ્યાન દરેક મુલાકાતીઓ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની નિઃશુલ્ક ( ફ્રી ) મુલાકાત કરી શકશે.
આ ઉપરાંત ધો.૧ થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓ માટે નીચે મુજબની વિવિધ સ્પર્ધાઓનું આયોજન...
૦૨ - ૧૦ - ૨૦૨૪ : સપ્તાહ પ્રારંભ - દીપ પ્રાગટય/ઉદ્દઘાટન ( સવારે ૯ : ૧૫ થી ૧૦ ), વિશેષજ્ઞ સાથે વાર્તાલાપ ( સવારે ૧૦ થી ૧૧ ), કીપર્સ ટોક ( સવારે ૧૧ થી ૧૨ ), નિબંધ સ્પર્ધા ( ૩ : ૩૦ થી ૪ : ૩૦ / વધુ વિગત નીચે ફોટામાંથી પ્રાપ્ત કરવી )
૦૩ - ૧૦ - ૨૦૨૪ : ચિત્ર સ્પર્ધા ( સવારે ૯ : ૩૦ થી ૧ / વધુ વિગત નીચે ફોટામાંથી પ્રાપ્ત કરવી )
૦૪ - ૧૦ - ૨૦૨૪ : ટ્રેઝર હન્ટ ( સવારે ૯ : ૩૦ થી ૧૨ : ૦૦ / ધો. ૫ થી ૯ માટે), ઓપન માટે - બપોરે ૩ : ૩૦ થી ૬ : ૦૦ / વધુ વિગત નીચે ફોટામાંથી પ્રાપ્ત કરવી )
૦૫ - ૧૦ - ૨૦૨૪ : વેસ્ટમાંથી બેસ્ટ ( સવારે ૦૮ : ૦૦ થી ૧૦ : ૦૦ / ધો. ૫ થી ૯ માટે / વધુ વિગત નીચે ફોટામાંથી પ્રાપ્ત કરવી )
૦૬ - ૧૦ - ૧૦૧૪ : વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી સ્પર્ધા - ઓપન ( સવારે ૦૯ : ૩૦ થી ૧૦ : ૩૦ / વધુ વિગત નીચે ફોટામાંથી પ્રાપ્ત કરવી )
૦૭ - ૧૦ - ૨૦૨૪ : માટીમાંથી વન્યજીવ અથવા વન્યજીવના ચિહ્નનો બનાવવાની સ્પર્ધા - ધો. ૫ થી ૯ / ઓપન ( સવારે ૦૯ : ૦૦ થી ૧૨ : ૦૦ / વધુ વિગત નીચે ફોટામાંથી પ્રાપ્ત કરવી )
૦૮ - ૧૦ - ૨૦૧૪ : ઈનામ વિતરણ/સપ્તાહ સમાપન ( સવારે ૧૦ : ૩૦ વાગ્યે )
More info : Click here
- ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ સ્વખર્ચે આવવા - જવાનું રહેશે.
- ધો.૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓએ ભાગ લેવા શાળા મારફતે જ અરજી કરવાની રહેશે.
વન્યપ્રાણી સપ્તાહમાં ભાગ લેવા ઈચ્છતા વિદ્યાર્થી અથવા વ્યક્તિએ નીચે આપેલી ગુગલ ફોર્મ લિંક પર ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે. ( લિંકની વધુ વિગત નીચે ફોટામાંથી પ્રાપ્ત કરવી )
- ઉપરોક્ત સ્પર્ધામાં ભાગ લેવા માટે અરજી તા. ૩૦ - ૯ - ૨૦૨૪ અને ૧૮ : ૦૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે. સમય મર્યાદા બાદ અરજી સ્વીકારવામાં આવશે નહીં.
૧ સ્પર્ધક વધુમાં વધુ ૨ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
૭૦ માં વન્યજીવ સપ્તાહના કાર્યક્રમની વધુ માહિતી માટે : એજ્યુકેશન ઓફીસ : ૭૭૭૭૯૦૯૨૫૭
બાયોલોજીસ્ટ : ૮૯૮૦૪૭૮૪૫૦ / ૮૭૮૦૫૭૭૩૪૬
આપેલ નંબર પર ઓફિસ સમય સવારે ૧૦ : ૦૦ થી ૦૬ : ૦૦ દરમ્યાન કોન્ટેક્ટ કરવો.
વધુ માહિતી માટે : Click here
સ્થળ : સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય, રાજકોટ હાઈવે, જૂનાગઢ.
Instagram page @sakkarbaugzoo તથા
Facebook page Sakkarbaug Zoological Park, Junagadh ને Follow કરવું..

