ચાલુ વર્ષ (2023-24) મા જ્ઞાનસહાયકની નોકરી સાથે સાયન્સ સ્ટ્રીમમાં માસ્ટર ડીગ્રી (M.sc ) કરેલ તેવા ઉમેદવારોની એમ.એસ.સી ની ડીગ્રીનાં માર્ક્સ ટેટ-2 ની ભરતીનાં એકેડેમિક મેરીટમાં અમાન્ય ગણવા બાબત..
પ્રેષક : ટેટ 2 પાસ ઉમેદવારો
પ્રતિ,
શ્રી
ગુજરાત સરકાર
વિષય : ચાલુ વર્ષ (2023-24) મા જ્ઞાનસહાયકની નોકરી સાથે સાયન્સ સ્ટ્રીમમાં માસ્ટર ડીગ્રી (M.sc ) કરેલ તેવા ઉમેદવારોની એમ.એસ.સી ની ડીગ્રીનાં માર્ક્સ ટેટ-2 ની ભરતીનાં એકેડેમિક મેરીટમાં અમાન્ય ગણવા બાબત
નમસ્તે,
સાહેબશ્રી
આપ શ્રી ને સવિનય સાથે જણાવવાનું કે સરકારશ્રી દ્વારા તારીખ 1/09/2023 ના રોજ જ્ઞાનસહાયક (પ્રાથમિક) પ્રથમ તબક્કાની જાહેરાત આપવામાં આવેલી અને ત્યારબાદ અનુક્રમે બીજા તબક્કા ની પણ જાહેરાત આપવામાં આવેલી. જેમાં ટેટ 2 (મુખ્ય વિષય : ગણિત-વિજ્ઞાન) પાસ ઉમેદવારોની પસંદગી કરીને એમેને પ્રથમ તબક્કામાં 1/11/2023 અને બીજા તબક્કાના ઉમેદવારોને 24/01/2024 તારીખ ના રોજ જે-તે શાળામાં હાજર કરવામાં આવેલા. તે સમયે જે તે ગણિત-વિજ્ઞાન વિષયનાં ઉમેદવાર હાજર થયા એમાથી ઘણા ઉમેદવારો એમની ચાલુ જ્ઞાનસહાયકની નોકરી સાથે પોતાની (માસ્ટર ઓફ સાયન્સ - M.sc) ડીગ્રીનાં ત્રીજા સેમ કે ચોથા સેમ માં હતાં.બાબતની સાક્ષી આપશ્રી દ્વારા ઉમેદવારના ખાતામાં દાખલ થયેલ પગાર અને એની ચાલુ વર્ષની માસ્ટર ડીગ્રીની સેમ 3 અને 4ની માર્કશીટ (OCT-DEC 2023, MAR-JUN 2024) પૂરે છે.આપશ્રી જાણો છો તેમ સાયન્સ સ્ટ્રીમની કોઇપણ માસ્ટર (પી.જી) ડીગ્રી ઘરે બેઠા-બેઠા કે પછી એક્સ તરીકે થઈ શકતી નથી. આ ઉપરાંત ( યુ.જી.સી ની માસ્ટર ડીગ્રી ની ગાઇડલાઇન નો મુદ્દા નંબર 5.8 એ બાબતની સાક્ષી પૂરે છે કે માસ્ટર ડીગ્રીમાં ઓછામાં ઓછી 75% હાજરી અનિવાર્ય છે). આમ જ્ઞાનસહાયકની સાથે એ વ્યક્તિ પોતની 75% હાજરી જે-તે કોલેજમાં આપી શકતો નથી અને આવી ડીગ્રી એક્સ તરીકે મેળવેલ ડીગ્રી સમાન ગણાય છે. આવા લોકો ભરતીમાં પોતાની આવી ડીગ્રી બતાવે તો અન્ય ઉમેદવારને અહિત થતું જણાય છે.
આથી આપશ્રી આવી ખોટી ડીગ્રીઓને અમાન્ય ગણી શિક્ષણ જગતમાં એક હકારાત્મક નિર્ણય લેશો એવી અમે સૌ ટેટ પાસ ઉમેદવાર આશા રાખીએ છીએ.
લિ.
ટેટ 2 પાસ ઉમેદવારો
બિડાણ : યુ.જી.સી માસ્ટર ડીગ્રી ગાઇડલાઇન (master degree regulation) (પેજ નં 4, મુદ્દા નં 5.8 )
જ્ઞાન સહાયક સાથે M.sc કરતા હોય તેવા દરેકની ડીગ્રી કેમ ઇનવેલિડ ગણવી જોઇએ ?
1. કોને કોને invalid ગણવા?
[ ધોરણ 11-12 સાયન્સનાં વિષયો, ધોરણ 9-10 ગણિત-વિજ્ઞાન, ધોરણ 6 થી 8 ગણિત-વિજ્ઞાન, ધોરણ 1 થી 5 કોઇ પણ વિષય પણ (મુળ પોતે સાયન્સનો વિદ્યાર્થી હોય)] આવા વિષયોમાં જ્ઞાન-સહાયક સ્વિકારનાર અને સાથે સાથે M.sc (સેમ 3 અથવા 4) ચાલુ હોય તેવા દરેક ટેટ 2 પાસ ગણિત વિજ્ઞાન મુખ્ય વિષય પરાવતા ઉમેદવાર ને invalid ગણવા જોઈએ.
2. કેમ invalid ગણવા જોઈએ?
કારણ કે ઉપરનાં દરેક શિક્ષકનો મૂળ વિષય સાયન્સ રીલેટેડ હોય છે અને સાયન્સની કોઈ પણ ડીગ્રી એક્સ્ટર્નલ તરીકે કે ઘરે બેસીને થતી નથી અને યુ.જી.સી ની માસ્ટર રેગ્યુલેશનનાં
મુદ્દા નંબર 5.8 માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે માસ્ટર ડીગ્રી કરવા 75 % હાજરી ફરજિયાત છે.
૩. ડીગ્રી કઈ રીતે invalid ગણાય?
ઘટનાક્રમ
1. ટેટ 2 પરિક્ષા જાહેરનામું ઓક્ટોબર મહિના આસપાસ ત્યારે આવા લોકો M.sc (કોઇ પણ વિષય સાથે) પ્રથમ સેમ માં હતા ]
2. ટેટ 2 પરિક્ષા વખતે ---- M.sc (કોઇ પણ વિષય સાથે) સેમ 2 માં હતાં
૩. ટેટ 2 પરિક્ષા પરીણામ વખતે (15/06/2023) સેમ 2 M.sc પૂર્ણ
4. જ્ઞાન સહાયક પ્રાથમિક / માધ્યમિક (પ્રથમ તબક્કો )
જેનું જાહેરનામું 9માં મહીનામાં આવેલું અને તે દરેક લાયક ઉમેદવારો ને તારીખ 1/11/2023ના રોજ જેતે શાળામાં હાજર કરવામાં આવેલા
મુદ્દાની વાત એ છે કે આ તબક્કે જેને જ્ઞાન સહાયક સ્વિકારી (મુદ્દા નં 1 વિષય વાળા) તેવા ઘણા ઉમેદવારો ઉપર મુજબ સેમ ૩ માં હતાં
હાં તેમણે કદાચ પોતાનું ૩ જું સેમ રેગ્યુલર હાજરી ભરીને કરેલ હશે પરંતુ એમણે જો જ્ઞાન સહાયકની નોકરી સળંગ રાખી હોય અને જ્ઞાન સહાયકનો સળંગ મહિનાઓનો હાજર પગાર લીધો હોય તો આવા પ્રથમ તબક્કા વાળા ચાલુ M.sc વાળા સેમ 4 M.sc માં પોતાની હાજરી75% આપી શકતા નથી અને આવી ડીગ્રી પોતે ગેરકાયદેસર લીધી છે તેવુ સાબીત થાય છે.આમ આવા પ્રથમ તબક્કા જ્ઞાન સહાયકો જેને M.sc ચાલુ હતુ (સેમ ૩ અને 4) તેવા ઉમેદવારોની આવી હાજરી વગરની ડીગ્રીઓ ને અવગણવામાં આવે.
V.S.K માં જ્ઞાન સહાયકની હાજર તારીખ, હાજરી અને લીધેલ પગાર દરેક માહીતી હાજર હશે.
5. જ્ઞાનસહાયક પ્રાથમિક (બીજો તબક્કો) :
NOTE: M.sc સેમ 4 | ટોટલ ૩ થી ૩.૫ મહીનાનો અભ્યાસ હોય છે (પરીક્ષાને છોડીને) સેમ 4 મોટાભાગની યુનિવર્સિટીમાં MID DECEMBER ચાલુ થાય અને અભ્યાસ માર્ચ અંત સુધી ચાલે. (પરીક્ષાને છોડીને)
બીજા તબક્કા જ્ઞાન સહાયક પ્રાથમિકમાં હાજર કરેલ તારીખ 24/01/2024
આ તબક્કામાં જ્ઞાન સહાયક લેનાર ઉપર મુજબની ડીગ્રીનાં ઘણાં ઉમેદવાર સેમ 4 માં અભ્યાસ કરતાં હોવા જોઇએ અને 24/01/2024 ના રોજ હાજર હોવાથી સેમ 4માં પોતાની 75% હાજરી ના લગભગ 50 % જ આપી શકે એવુ બને છે.
આમ આવા ઉમેદવારો બંને બાજુ પોતાનો લાભ કરી જાય છે (જ્ઞાન સહાયક નો પગાર સાથે સાથે વગર હાજરીની ડીગ્રી) જેનો આવનાર ટેટ 2 ની ભરતીનાં એકેડેમિક મેરીટમાં તેઓ ખોટો લાભ ઉઠાવી જાય છે.
આમ આવી ડીગ્રીઓ માટે ફોર્મ ભરાય તે પહેલાં જ સખત નિયમો બનાવીને રોક લગાવવામાં આવે તે દરેક ઉમેદવાર માટે હિતમાં રહેશે.
આવા ઉમેદવારો આવી ખોટી ડીગ્રીઓ પોતાનાં મેરીટમાં ઉમેરે અને ડોક્યુમેંટ વેરીફીકેશન વખતે આવા ઉમેદવાર જડપાય તો સંપૂર્ણ ભરતી પ્રક્રિયામાંથી એને બાકાત કરવામાં આવે આવો નિયમ બને તો ગેરરીતી ડામી શકાય.
ચાલુ વર્ષ (2023-24) મા જ્ઞાનસહાયકની નોકરી સાથે સાયન્સ સ્ટ્રીમમાં માસ્ટર ડીગ્રી (M.sc ) કરેલ તેવા ઉમેદવારોની એમ.એસ.સી ની ડીગ્રીનાં માર્ક્સ ટેટ-2 ની ભરતીનાં એકેડેમિક મેરીટમાં અમાન્ય ગણવા બાબત
🥳 આવી અગત્યની માહિતી માટે અત્યારે જ અમારી સાથે જોડાઓ 🤩 shikshankunjan.blogspot.com
Home
Contact us.


