કમ્બાઇન્ડ હાર્વેસ્ટર સહાય યોજના : હાર્વેસ્ટરની ખરીદી માટે મળશે ₹11 લાખ સુધીની સહાય..
કમ્બાઇન્ડ હાર્વેસ્ટર સહાય યોજના | ગુજરાત સરકારે ખેડૂતોને વર્ષ 2024-25 માટે મોટાભાગની યોજનાઓ માટે ફોર્મ ભરવાનું શરૂ કરવાની મંજૂરી આપી છે. ખેડૂતો લાંબા સમયથી કૃષિ વિભાગની યોજનાઓના અમલીકરણની રાહ જોઈ રહ્યા છે. સરકારે ikhedut પોર્ટલ પર કૃષિ વિભાગની યોજનાઓ માટે ઓનલાઈન અરજી શરૂ કરી છે. કમ્બાઈન્ડ હાર્વેસ્ટર સહાય યોજના એ કૃષિ વિભાગની એક યોજના છે જેમાં, ખેડૂતોને કમ્બાઈન્ડ હાર્વેસ્ટર ખરીદવા માટે 7 લાખ રૂપિયા સુધીની સબસિડી મળે છે.
તો ચાલો વિગતે જોઈએ કે કમ્બાઇન્ડ હાર્વેસ્ટર સહાય યોજના થકી ખેડૂતને શું લાભ મળે છે? આ યોજના માટે કોણ અરજી કરી શકે છે? કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે ?
કમ્બાઇન્ડ હાર્વેસ્ટર સહાય યોજના
કમ્બાઇન્ડ હાર્વેસ્ટર યોજના એ ગુજરાત રાજ્ય સરકારે શરૂ કરેલી એક કૃષિ સહાય યોજના છે, જે અંતર્ગત ખેડૂતોને ખેતી માટે જરૂરી સાધનો પર સબસીડી મળે છે. કમ્બાઇન્ડ હાર્વેસ્ટર એક કૃષિ સાધન છે, જે ખેતીના સમયમાં પાકની કાપણી કરવા અને દાણાનું છુટું પાડાવાની પ્રક્રિયા એક સાથે કરે છે.. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેતીની કાર્યક્ષમતા વધારવો અને ખેડૂતોને આધુનિક ખેતી સાધનો સસ્તા દરે ઉપલબ્ધ કરાવવાનો છે.
કમ્બાઇન્ડ હાર્વેસ્ટર સહાય યોજનાનો લાભ કયા ખેડૂતો લઈ શકે છે?
આ યોજનામાં સામાન્ય વર્ગના ખેડૂતો, સામાન્ય વર્ગના નાના/સિમાંત; મહિલા ખેડૂતો, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
આ યોજનાનો પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા 10 વર્ષ છે.
ખેડૂતે ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.
કમ્બાઇન્ડ હાર્વેસ્ટર સહાય યોજના હેઠળ મળવાપાત્ર સહાય
આ યોજના હેઠળ મળવા પાત્ર લાભો નીચે મુજબ છે.
સામાન્ય ખેડૂતો માટે મળવાપાત્ર લાભો
સેલ્ફ પ્રોપેલેડ,૧૪ ફીટ કટર બાર સુધી ખર્ચના ૪૦% અથવા રૂ. ૬.૪૦ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
ટ્રેક્ટર ઓપરેટેડ,૧૦ ફીટ કટર બાર સુધી ખર્ચના ૪૦% અથવા રૂ. ૨.૪૦ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
૬-૮ ફીટ કટર બારના ખર્ચના ૪૦% અથવા રૂ. ૮.૮૦ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
૬ ફીટ કટર બારથી નીચે ખર્ચના ૪૦% અથવા રૂ. ૫.૬૦ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
સામાન્ય વર્ગના નાના/સિમાંત અને મહિલા ખેડૂતો માટે મળવાપાત્ર લાભો
સેલ્ફ પ્રોપેલેડ,૧૪ ફીટ કટર બાર સુધી ખર્ચના ૫૦% અથવા રૂ. ૮ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
ટ્રેક્ટર ઓપરેટેડ,૧૦ ફીટ કટર બારના ખર્ચના ૫૦% અથવા રૂ. ૩ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
૬-૮ ફીટ કટર બારના ખર્ચના ૫૦ % અથવા રૂ. ૧૧ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
૬ ફીટ કટર બારથી નીચે ખર્ચના ૫૦% અથવા રૂ. ૭ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
અનુસુચિત જનજાતિનાં ખેડૂતો માટે મળવાપાત્ર લાભો
સેલ્ફ પ્રોપેલેડ,૧૪ ફીટ કટર બાર સુધી ખર્ચના ૫૦% અથવા રૂ. ૮ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
ટ્રેક્ટર ઓપરેટેડ,૧૦ ફીટ કટર બારના ખર્ચના ૫૦% અથવા રૂ. ૩ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
૬-૮ ફીટ કટર બારના ખર્ચના ૫૦ % અથવા રૂ. ૧૧ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
૬ ફીટ કટર બારથી નીચે ખર્ચના ૫૦% અથવા રૂ. ૭ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
અનુસુચિત જાતિનાં ખેડૂતો માટે

કમ્બાઇન્ડ હાર્વેસ્ટર સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
આધાર કાર્ડ
જમીનના માલિકીનો દાખલો (7/12 અથવા 8/અ ઉતારા)
ખેડૂત તરીકે નોંધણી (જો હોય તો જ)
બેંક એકાઉન્ટની વિગતો
મોબાઈલ નંબર (OTP મેળવવા માટે)
અનુસૂચિત જાતિ નો હોય તો તેનું સર્ટિફિકેટ
અનુસૂચિત જનજાતિ હોય તો તેનું પ્રમાણપત્ર
જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગત
જો ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગત
વિકલાંગ અરજદાર માટે વિકલાંગ certificate