ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર અગત્યની સૂચના..
જાહેરાત ક્રમાંક:૨૧૪/૨૦૨૩૨૪-સિનીયર સર્વેયર, વર્ગ-૩ ની તા.૨૧/૦૭/૨૦૨૪ ના રોજ યોજવામાં આવેલ CBRT પરીક્ષાની Final Answer Key cum Response Sheet નીચે દર્શાવેલ લીંક ઉપર મુકવામાં આવેલ છે. ઉમેદવારો આ લીંક ઉપર ક્લીક કરીને પોતાનું પ્રશ્નપત્ર, ઉમેદવાર દ્વારા આપવામાં આવેલ જવાબ અને ફાઇનલ આન્સર કી જોઈ શકશે. આ પરીક્ષામાં Part- A માં ૬૦ પ્રશ્નો અને Part-B માં ૧૫૦ પ્રશ્નો પૂછવામાં આવેલ હતા.
ઉમેદવારો દ્વારા પ્રોવિઝનલ આન્સર કી સામે આપવામાં આવેલ વાંધા સૂચનો અન્વયે પ્રોવિઝનલ આન્સર કી માં નીચે મુજબનો સુધારા કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે.
A. શિફ્ટ-૧ ની ફાઈનલ આન્સર કી સંબંધે નીચે મુજબની વિગતો ધ્યાને લેવાની રહે છે.
ઉપરોકત વિગતે કુલ-૧૧ (અગિયાર) પ્રશ્નો રદ કરેલ છે તથા કુલ-૦૪(ચાર) પ્રશ્નોના જવાબોમાં સુધારો થયેલ છે. તે ધ્યાને લેતાં શિફ્ટ-૧ ના ઉમેદવારો માટે Part - B માટે કુલ-૧૩૯ પ્રશ્નો માટે કુલ-૧૫૦ માર્કસ મુજબ પ્રતિ પ્રશ્નના સાચા જવાબ માટે +1,07914 માર્કસ ગણવામાં આવશે અને પ્રત્યેક ખોટા જવાબ માટે -0.26979 માર્કસ કાપવામાં આવશે.
B. શિફ્ટ-૨ ની ફાઈનલ આન્સર કી સંબંધે નીચે મુજબની વિગતો ધ્યાને લેવાની રહે છે.
ઉપરોકત વિગતે કુલ-૦૩ (ત્રણ) પ્રશ્નો રદ કરેલ છે તથા કુલ-૦૬ (છ) પ્રશ્નોના જવાબોમાં સુધારો થયેલ છે. તે ધ્યાને લેતાં શિફ્ટ-૨ ના ઉમેદવારો માટે Part-B માટે કુલ-૧૪૭ પ્રશ્નો માટે કુલ-૧૫૦ માર્કસ મુજબ પ્રતિ પ્રશ્નના સાચા જવાબ માટે +1.02041 માર્કસ ગણવામાં આવશે અને પ્રત્યેક ખોટા જવાબ માટે -0.25510 માર્કસ કાપવામાં આવશે.
જા.ક.૨૧૪/૨૦૨૩૨૪-સિનીયર સર્વેયર, વર્ગ-૩ સંવર્ગની CBRT પરીક્ષા બે અલગ-
અલગ શિફ્ટમાં લેવામાં આવેલ હોય ઉમેદવારોને યોગ્ય ન્યાય મળી રહે તે હેતુસર મીન સ્ટાન્ડર્ડ ડેવિએશન મેથડથી નોર્મલાઈઝેશન પદ્ધતિથી મુલ્યાંકન કરી પરિણામ તૈયાર કરીને પ્રસિદ્ધ કરવામાં આવશે.
ઉપરોક્ત વિગતો અનુસારની જરૂરી સુધારા સાથેની ફાઇનલ આન્સર કી નીચે દર્શાવેલ લીંક
ઉપર ઉપલબ્ધ છે. ઉમેદવારોને તા.૨૭/૦૮/૨૦૨૪ બપોરના ૧૪.૦૦ કલાક થી તા.૦૫/૦૯/૨૦૨૪ રાત્રીના ૨૩.૫૫ કલાક સુધીમાં જોઈ લેવા આથી જણાવવામાં આવે છે.
મંડળની જાહેરાત ક્રમાંક:૨૧૪/૨૦૨૩૨૪-સિનીયર સર્વેયર, વર્ગ-૩ ની તા.૨૧/૦૭/૨૦૨૪ ના રોજ યોજવામાં આવેલ CBRT પરીક્ષાની Final Answer Key cum Response Sheet..👇
https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/90008/login.html
*દરરોજ આવા મહત્વના શિક્ષણીક સમાચાર અને ભરતી અંગેની માહિતી માટે અત્યારે જ અમારી સાથે જોડાઓ* :https://www.blogger.com/blog/posts/5501035230322697135?hl=en&tab=jj
Home
Contact us

