गुरु ब्रह्मा, गुरु विष्णु गुरुर्देवो महेश्वरः । गुरु साक्षात् परब्रह्म, तस्मैः श्री गुरवे नमः ॥
ગુરુ પૂર્ણિમા હિંદુ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે. આ દિવસે ગુરુની પૂજા કરવામાંઆવે છે. આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે. આ ઉત્સવ અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે. મહાભારતના રચયિતા વેદવ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે. સંત કબીરના શિષ્ય અને ભક્તિકાળના સંત ઘીસાદાસનોજન્મ પણ આ જ દિવસે થયેલો. ભારતીય પરંપરામાં ગુરુ શિષ્યનો સંબંધ ખૂબ જ અલૌકિક ગણવામાં આવ્યો છે. ત્યારે અષાઢી પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે પણ ઉજવાય છે.
'ગુ' નો અર્થ થાય છે “અંધકાર” અને ' રુ' નો અર્થ છે “પ્રકાશ”. આમ ગુરુ એટલે અજ્ઞાનરૂપી અંધકારથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનાર વ્યક્તિ. ગુરુ અંધકારથી ભરેલા જીવનમાં પ્રકાશ લાવવાનું કામ કરે છે. દરેક સંસ્કારી અને શિક્ષિત વ્યક્તિની સફળતા પાછળ ગુરુનો હાથ હોય છે. ગુરુ હંમેશા જીવનમાં પ્રગતિના માર્ગ પર ચાલવાનું શીખવે છે.
કહેવાય છે કે ગુરુ પાસેથી દીક્ષા લીધા વિના જાપ, પૂજા વગેરે નિષ્ફળ જાય છે. એટલે ગુરુ દીક્ષા હેઠળ ગુરુ પોતાના શિષ્યને એક મંત્ર આપે છે. જ્યારે તમે મુશ્કેલીમાં ફસાયેલાં હોવ, કોઈ નિર્ણય લઇ શકો નહીં તો ગુરુ આવા મુશ્કેલ સમયનો સામનો કરવા માટે રસ્તો બતાવે છે. એટલે જ આપણે ત્યાં ગુરુનું ખૂબ જ મહત્ત્વ છે. આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદી નિત્યકર્મથી નિવૃત્ત થાય બાદ ભગવાનવેદવ્યાસજીની તસવીરને ફૂલ કે માળા ચઢાવીને પોતાના ગુરુ પાસે જવું જોઈએ. પોતાનાગુરુને આસન ઉપર બેસાડીને ફૂલની માળા પહેરાવવી જોઈએ. પછી પોતાના ગુરુના ચરણસ્પર્શ કરીને તેમના આશીર્વાદ લેવા જોઈએ. જો તમારા ગુરુ તમારી પાસે ન હોય અથવા તોતેમની સાથે મુલાકાત શક્ય ન હોય તો તેમની તસવીર સામે માથુ ટેકવીને તેમની પૂજા કરવીજોઈએ.
વ્યક્તિના જીવનમાં ગુરુનું વિશેષ મહત્ત્વ હોય છે. ગુરુ પોતાના તમામ શિષ્યોને જ્ઞાન અને સંસ્કાર આપે છે. ગુરુની ગેરહાજરીમાં વ્યક્તિનું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. ગુરુઓનું સન્માન કરવું એ આપણી ફરજ છે. ગુરુ પૂર્ણિમાના દિવસે શાળાઓ, કૉલેજ અને ગુરુકુળમાં શિક્ષકો (ગુરુઓ)નું સન્માન કરવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
