વિશ્વ એમ્બ્રિયોલોજિસ્ટ દિવસ એટલ કે વિશ્વ આઇવીએફ દિવસ 25 જીજેકમાં વિશ્વની પ્રથમ ટેસ્ટ જુલાઇના રોજ ઉજવાય છે.
આજની તારીખે વર્ષ 1978માં વિશ્વની પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી લુઇસ જોય બ્રાઉનનો જન્મ થયો હતો. ડોક્ટર પેટ્રિક સ્ટેપ્ટો, રોબર્ટ એડવર્ડ્સ અને તેમની ટીમની વર્ષોની મહેનત અને પ્રયત્નોથી દુનિયામાં પહેલા ટેસ્ટ ટ્યુટ બેબીના જન્મમાં સફળતા મળી હતી.
આમ ડોક્ટર પેટ્રિક સ્ટેપ્ટો, રોબર્ટ એડવર્ડ્સને આઇવીએફના પિતા માનવામાં આવે છે.
આઇવીએફની પદ્ધતિથી જે સ્ત્રીઓ કુદરતી રીતે ગર્ભવતી થઇ શકતી નથી, તેમને ગર્ભધારણ કરવામાં મદદ મળે છે. વંધ્યત્વની સમસ્યાનો સામનો કરનાર સ્ત્રીઓને માટે આઇવીએફ પદ્ધતિ એ રામબાણ ઇલાજ ગણાય છે. આઇવીએફનું પુરું નામ (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (In vitro fertilization) छे.
હાલના સમમયાં સ્ત્રી અને પુરુષ બંનેમાં વંધ્યત્વ એટલે કે પ્રજનનની સમસ્યા ગંભીર રીતે વધી રહી છે. જેના લીધે સ્ત્રીઓને બાળક જન્મ આપવામાં મુશ્કેલી સર્જાય છે. આવી પરિસ્થિતિમાં આઇવીએફ ટ્રીટમેન્ટથી મહિલાઓ સરળતાપૂર્વક ગર્ભધારણ કરીને બાળકને જન્મ આપી શકે છે.
