ભારતમાં રાષ્ટ્રીય કેરી દિવસ દર વર્ષે 22 જુલાઇના રોજ ઉજવાય છે. કેરીને ફળોની રાણી કહેવાય छे.
ભારતમાં માર્ચથી જૂન સુધી કેરીની સીઝન હોય છે. ભારતના ગુજરાતમાં પાકતી કેસર કેરી દુનિયાભરમાં પ્રખ્યાત છે. કેરી ભારતનું રાષ્ટ્રીય ફળ છે.
ઉપરાંત કેરળના કન્નુર જિલ્લાના કન્નપુરમને ‘સ્વદેશી કેરી હેરિટેજ વિસ્તાર' તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
એક પ્રાથમિક અંદાજ મુજબ ભારતમાં કેરીની લગભગ 1500 જેટલી જાતો છે. કેરીને અથાણાં, રસ, આઇસ્ક્રીમ વિવિધ રીતે ખાવામાં આવે છે.
