આજે ભારતનો રાષ્ટ્રીય ધ્વજ દિવસ છે. આઝાદી પહેલા 22 જુલાઇ, 1947ના રોજ મળેલ બંધારણ સભાએ ત્રિરંગાને રાષ્ટ્ર ધ્વજ તરીકે અપનાવ્યો હતો.
આ રાષ્ટ્રધ્વજમાં ત્રણ કલર હોવથી તેને ત્રિરંગા પણ કહેવાય છે. ભારતનો રાષ્ટ્રધ્વજ પિંગાલી વેંક્યાએ બનાવ્યો હતો. વર્ષ 1947માં બંધારણ સભાએ પસંદ કરાયેલો આ રાષ્ટ્રધ્વજ પિંગાલી વેંક્યાએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ધ્વજના આધારે બનાવ્યો હતો.
ભારતના રાષ્ટ્રધ્વજમાં ત્રણ કલરના આડા પટ્ટા છે, જેમાં સૌથી ઉપર કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલા રંગનો પટ્ટો છે. ઉપરાંત રાષ્ટ્રધ્વજમાં મધ્યમના સફેદ કલરના કેન્દ્રમાં વાદળી રંગનું અશોક ચક્ર છે, જેમાં ૨૪ આરા છે. આ અશોક ચક્ર સારનાથના સિંહાકૃતિ વાળા અશોક સ્થંભ માંથી લેવામાં આવ્યો છે. અશોક ચક્રનો વ્યાસ સફેદ પટ્ટાની પહોળાઇનાં ૩/૪ ભાગ જેટલો હોય છે. આ ધ્વજની પહોળાઇ અને લંબાઇનું પ્રમાણ ૨:૩ નાં ગુણોત્તરમાં હોય છે.
